KKK 15: સ્ટંટ પર સવાલ ઉઠાવનારાઓને વિશાલનો જડબાતોડ જવાબ
Khatron Ke Khiladi 15: કલર્સ ટીવી પર પ્રસારિત થતા ‘ખતરોં કે ખિલાડી 15‘ ના કન્ટેસ્ટન્ટ વિશાલ આદિત્ય સિંહે તાજેતરમાં Rohit Shettyના શોમાં એક સ્ટંટ દરમિયાન પોતાના પરફોર્મન્સને લઈને થયેલી ટીકાઓ બાદ સોશિયલ મીડિયા પર પોતાની મેડિકલ રિપોર્ટ શેર કરી છે. ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપતાં અભિનેતા વિશાલે પોતાના ખભાની ઈજાની રિપોર્ટ બતાવી અને સ્પષ્ટતા કરી કે ટાસ્ક દરમિયાન દર્દ વિશે વાત કરતી વખતે તે કોઈ બહાનું નહોતો બનાવી રહ્યો. એક્ટરે એ વાત પર પણ ભાર મૂક્યો કે સ્ટંટ-આધારિત રિયાલિટી શોમાં ભાગ લેવા માટે તેણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી.
વિશાલે મેડિકલ રિપોર્ટ શેર કરીને ટ્રોલર્સને આપ્યો જવાબ
વિશાલ આદિત્ય સિંહે વીડિયોની શરૂઆત હિન્દીની એક જાણીતી કહેવત ‘પ્રત્યક્ષને પ્રમાણની જરૂર હોતી નથી’ થી કરી, જેનો અર્થ થાય છે કે જે બાબત સાફ દેખાઈ રહી હોય તેના માટે અન્ય કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. તેણે જણાવ્યું કે આ મેડિકલ રિપોર્ટ એ ઈજાનો પુરાવો છે જે દર્દ વિશે તે વાત કરી રહ્યો હતો અને ખુલાસો કર્યો કે આ રિપોર્ટ આફ્રિકાના ડોક્ટરોએ આપી છે, જ્યાં શોનું શૂટિંગ થઈ રહ્યું હતું.
View this post on Instagram
વીડિયોમાં તેણે કહ્યું: “આ રહી મારા ખભાની ઈજાની રિપોર્ટ જેને હું પોસ્ટ કરી રહ્યો છું અને આ કોઈ ભારતીય ડોક્ટરની રિપોર્ટ નથી કે જેમાં કોઈ ગરબડ હોય. આ આફ્રિકાના ડોક્ટરની રિપોર્ટ છે.”
આ પણ વાંચો: Air Indiaની ફ્લાઇટમાં ‘બોમ્બ’ લખેલી ચિઠ્ઠી મળતા અમદાવાદમાં કરાવાયું ઇમરજન્સી લેન્ડિંગ
વિશાલ સિંહે પોતાને ગણાવ્યો મજબૂત પરફોર્મર
તાજેતરમાં થયેલા સ્ટંટ દરમિયાન ખભાના દર્દનું બહાનું બનાવવાનો આરોપ લગાવનારાઓને જવાબ આપતાં વિશાલે કહ્યું કે એવું બિલકુલ નહોતું અને દર્શકોને ‘ખતરોં કે ખિલાડી 15′ માં પોતાના સમગ્ર પ્રદર્શનને જોવાની અપીલ કરી. તેણે કહ્યું, “હું ખભાના દર્દનું બહાનું કાઢીને મારો ડર છુપાવી રહ્યો ન હતો.” આ દરમિયાન, તેણે શોમાં પોતાના ટ્રેક રેકોર્ડનો ઉલ્લેખ કરતાં કહ્યું, “હું ફાઇનલિસ્ટ રહી ચૂક્યો છું” અને જણાવ્યું કે તેણે સતત પોતાને એક મજબૂત પરફોર્મર તરીકે સાબિત કર્યો છે. વીડિયોના અંતમાં વિશાલ સિંહે પોતાની ઈજાના પુરાવા તરીકે મેડિકલ રિપોર્ટ દર્શાવી હતી. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શન આપ્યું, “પછી ભાઈ જો કોઈને કંઈ લાગતું હોય તો લાગવા દો, પોતાનો નંબર ‘1’ બતાવો.”
વિશાલ સિંહનો ટ્રોલર્સને ખુલ્લો પડકાર
ત્યારબાદ વિશાલે ટીકાઓનો જવાબ આપતાં પોતાના પરફોર્મન્સનો બચાવ કર્યો અને પાછલી સીઝનના સ્પર્ધકો પર પણ મજાકમાં કટાક્ષ કર્યો. તેણે જણાવ્યું કે અગાઉની સીઝનમાં ભાગ લઈ ચૂકેલા સ્પર્ધકો સાથે સ્પર્ધા કરવા છતાં, તે પોતાને સાબિત કરવામાં અને સ્પર્ધામાં આગળ નીકળવામાં સફળ રહ્યો. ટ્રોલર્સ પર વળતો પ્રહાર કરતાં વિશાલે કોઈને પણ ઈજાગ્રસ્ત ખભા સાથે સ્ટંટ કરવાનો પડકાર ફેંક્યો.
તેણે કહ્યું, “ભાઈ જો પ્રશંસા ન કરી શકતા હોવ તો કંઈ પણ ન બોલો, કેમ? કારણ કે એક ખભો, એક ખભો તૂટેલો છે અને બીજો સાજો છે. આ હાલતમાં જો કોઈ સ્ટંટ કરી બતાવે, તો ‘ખતરોં કે ખિલાડી’ જીતવાની પ્રાઈઝ મનીમાંથી હું અડધી રકમ તેને આપી દઈશ. લોખંડવાલા આવો, મળો, હું તે સ્ટંટ કરીને બતાવું છું.”
આ પણ વાંચો: સ્કેમર્સની ચાલ થશે ફેઇલ! આ 3 ફોન નંબર સીરિઝ તમને છેતરાતા બચાવશે












