‘ડિયર સૂર્યકાંત.. અત્યારે રાજીનામું આપો’, કેરલ કોંગ્રેસે માંગ્યું CJIનું રાજીનામું

Kerala Congress : દેશની રાજનીતિમાં ન્યાયપાલિકાને લઈને એક નવો વિવાદ શરૂ થયો છે. કેરળ કોંગ્રેસ દ્વારા CJI જસ્ટિસ સૂર્યકાન્ત પાસે રાજીનામાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના આ વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ સામે આવતા જ રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પર ન્યાયપાલિકાને નિશાન બનાવવાનો અને દેશની લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શું છે સમગ્ર મામલો?
સોમવારે INDIA ગઠબંધનના નેતાઓ દિલ્હીમાં માર્ચ કાઢીને CJIને આવેદનપત્ર સોંપવાના હતા. પરંતુ, 11 ઓક્ટોબર એટલે કે રવિવારના રોજ ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે વિપક્ષી દળોના નેતાઓને મળવાનો ઇનકાર કરી દીધો હતો. આ બાબતથી નારાજ થઈને કેરળ કોંગ્રેસે CJI પર સીધો પ્રહાર કર્યો હતો. કેરળ કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (X) પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, “ડિયર સૂર્યકાન્ત, જો કાયદો અને વ્યવસ્થા તમારું ક્ષેત્ર નથી, તો હમણાં જ રાજીનામું આપી દો. અમે તમારી જગ્યાએ કોઈ એવો વ્યક્તિ શોધી લઈશું જે આ સંભાળી શકે.”
કિરેન રિજિજુનો પલટવાર: ‘કોંગ્રેસનું આગામી નિશાન ન્યાયપાલિકા છે’
કેરળ કોંગ્રેસના આ વિવાદાસ્પદ ટ્વીટ પર કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે ‘એક્સ’ પર પોસ્ટ કરીને કહ્યું કે, તેઓ અગાઉ પણ કહી ચૂક્યા છે કે કોંગ્રેસનું મુખ્ય નિશાન હવે ન્યાયપાલિકા છે. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ ભારતની તમામ બંધારણીય અને લોકતાંત્રિક સંસ્થાઓને નષ્ટ કરવા માંગે છે. રિજિજુએ વધુમાં ઉમેર્યું કે દેશની તમામ ‘એન્ટી-ઈન્ડિયા ગેંગ’ (ભારત વિરોધી જૂથો) હવે એકસાથે આવી રહી છે, પરંતુ સામે તમામ દેશભક્ત ભારતીયો પણ દેશની રક્ષા માટે એકસંપ થશે.
આ પણ વાંચોઃ મારા પિતા બધું સંભાળી લેશે, નશામાં 19 વર્ષના યુવકે મિની કૂપરથી 3ને કચડ્યા
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી અરજી
બીજી તરફ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં INDIA બ્લોકના નેતાઓએ ચૂંટણી પંચ (ECI) ની સામે સુપ્રીમ કોર્ટમાં સત્તાવાર અરજી દાખલ કરી છે. આ અરજીમાં મતદાર યાદીમાંથી મોટા પાયે નામ હટાવવા અને યાદીના પુનરીક્ષણમાં અનિયમિતતા આચરવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અરજીમાં ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) કરાવવાના નિર્ણયને અમાન્ય જાહેર કરવાની અને તેની કાયદેસરતાની ન્યાયિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ દિલ્હીમાં તાજેતરના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી પોલીસ કાર્યવાહી અને અટકાયતો સામે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.












