કેજરીવાલનો માસ્ટર સ્ટ્રોકઃ કહ્યું, સુશાસન માટે મને નોબેલ મળવો જોઈએ

એચડી ન્યૂઝ ડેસ્ક, 09 જુલાઇ 2025: Delhi Politics દિલ્હીના માજી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે તેમણે કરેલ સુશાસન માટે તેમેને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ. એલજીની રોક છતાં તેમણે જેટલું કામ કર્યું છે તે માટે તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઇએ.
અગાઉ સિસોદીયા અને જૈન માટે ભારતરત્ન માગ્યો છે
કેજરીવાલે પોતાને નોબેલ મળે તેવી વાત મૂકતાં પહેલાં તેમના બે સાથી મનિષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન માટે ભારતરત્નની માગણી મૂકી ચૂક્યા છે. જોકે, તેમણે પોતાને પુરસ્કાર મળવો જોઇએ એમ પહેલીવખત જાહેરમાં કહ્યું છે.
આ પણ વાંચો:કરોડો Gmail યુઝર્સનું મોટું ટેન્શન સમાપ્ત, હવે જલ્દી નહિ ભરાય ઈનબોક્સ
‘કેજરીવાલ મોડેલ’ નું પંજાબી ભાષામાં લોકાર્પણ
આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા જૈસમીન શાહના પુસ્તક ‘કેજરીવાલ મોડેલ’ નું પંજાબી ભાષામાં લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે પંજાબના મોહાલીના કલકટ ભવનમાં આયોજીત સમારોહમાં અરવિંદ કેજરીવાલે એક કર્મચારીથી નેતા બનવા સુધીની પોતાની વાત મૂકી હતી. દિલ્હીમાં તેમણે અને તેમની સરકારે કરેલા કામકાજનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. જેમાં શિક્ષણ અને આરોગ્યમાં તેમની સરકારે કરેલી કામગીરીની વિશેષ પ્રસંશા કરી.
મૈગ્સેસે પુરસ્કાર બાદ હવે નોબેલ માટે હકદાર
આરટીઆઇ કાર્યકર્તા તરીકે મૈગ્સેસે પુરસ્કાર મેળવનારા કેજરીવાલે પોતાને નોબેલ પુરસ્કાર માટે હકદાર ગણાવ્યા. તેમણે એમ કહ્યું કે, જેટલા દિવસ અમારી સરકાર રહી એટલા દિવસ અમને કામ ન કરવા દેવાયું છતાં અમે કામ કરી બતાવ્યું છે. એટલે મને એમ લાગે છે કે ગર્વનન્સની ઉપર અને એડમિનિસ્ટ્રેશનની અંદર નોબેલ પુરસકાર મળવો જોઇએ. ત્રણ વખત મુખ્યમંત્રી રહેલા કેજરીવાલે ભાજપ ઉપર એવા આરોપ મૂક્યા કે, તેઓ કામ કરતા નથી અને કરવા દેતા નથી. ઉપરાજ્યપાલ સાથે પણ તેમનો ટક્કર રહી હતી.
બધી જ સેવાઓ યોગ્ય થઇ શકે તેવું મોડેલ ઇચ્છતા હતા અને થયું
કેજરીવાલે એમ પણ કહ્યું કે, તેઓ મોડેલ ઉભું કરવા ઇચ્છતા હતા કે શાળાઓ અને હોસ્પિટલ સરખા થઇ શકે છે. હું કોઇ સિકંદર નથી કેઅનથી મને તમામ ચૂંટણીઓ જીતવાનો શોખ. મારે તો એક મોડેલ ઉભું કરવું હતું, દેશમાં જે ઉમ્મિદ ખતમ થઇ ગઇ હતી કે શાળા અને હોસ્પિટલ યોગ્ય ન હોય તે માઇન્ડસેટ બદલવાનો હતો. શાળા, હોસ્પિટલ, વીજળી અને રસ્તા બધું સારું થઇ શકે છે એ અમે કરી બતાવ્યું છે.
આ પણ વાંચો:ભુજમાં પાવરબેંક ચાર્જિંગમાં મૂકીને ગયાને ઇલે.સ્કૂટરમાં બ્લાસ્ટ, જુઓ વીડિયો
આ પણ વાંચો:રામાયણ’ એ રિલીઝ પહેલા જ 1000 કરોડની કમાણી કરી: જાણો કેવી રીતે












