ટ્રેન્ડિંગમનોરંજન

Kantara Chapter 1ની પહેલા જ દિવસે ધૂમ, ઓપનિંગ ડે પર છાવા અને સૈયારાને પછાડી!

  • ઋષભ શેટ્ટીની Kantara Chapter 1 કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં બીજી સૌથી વધુ ઓપનિંગ ધરાવતી ફિલ્મ બની છે. આ પહેલા આ રેકોર્ડ યશની KGF 2 ના નામે હતો

3 ઓક્ટોબર, 2025, HD ન્યુઝ ડેસ્કઃ ઋષભ શેટ્ટી સ્પિરિચ્યુઅલ અને માઈથોલોજિકલ ફિલ્મ Kantara Chapter 1 સાથે પડદા પર પાછા ફર્યા છે. બીજી ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર શરૂઆત કરી છે. દશેરાના અવસર પર રિલીઝ થયેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 60 કરોડ રૂપિયાની જંગી કમાણી કરીને મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને ટક્કર આપી છે. આ સાથે તે વર્ષની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મોમાંની એક બની ગઈ છે.

ઓપનિંગ ડે કલેક્શન

SACNILC ના અહેવાલો અનુસાર, કંતારા ચેપ્ટર 1 એ તેના પહેલા દિવસે ₹60 કરોડની કમાણી કરી છે. જેમાં હિન્દીમાં ₹19.5 કરોડ, કન્નડમાં ₹18 કરોડ, તેલુગુમાં ₹12.5 કરોડ, તમિલમાં ₹5.25 કરોડ અને મલયાલમમાં ₹4.75 કરોડનો સમાવેશ થાય છે.

આ ફિલ્મે સૈયારા (₹22 કરોડ), સિકંદર (₹26 કરોડ) અને છાવા (₹31 કરોડ) જેવી મોટી ફિલ્મોની શરૂઆતના દિવસની કમાણીને વટાવી દીધી છે. આ માત્ર કન્નડ સિનેમા માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

ઋષભ શેટ્ટીની Kantara Chapter 1 કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં બીજી સૌથી વધુ ઓપનિંગ આપતી ફિલ્મ બની છે. આ પહેલા યશની KGF 2 એ તેના પહેલા દિવસે ₹54 કરોડનું ચોખ્ખું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો હતો.

ફિલ્મની સ્ટાર કાસ્ટ

Kantara Chapter 1નું દિગ્દર્શન ઋષભ શેટ્ટીએ પોતે કર્યું છે અને તેમણે જ વાર્તા લખી છે. તેમાં રુક્મિણી વસંત, જયરામ અને ગુલશન દેવૈયા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ 2022 માં આવેલી ફિલ્મ Kantara ની પ્રિકવલ છે. આ વખતે આ ફિલ્મ પૌરાણિક તત્વોને એક વણઉકેલાયેલા રહસ્ય સાથે જોડશે.

આ પણ વાંચોઃ હવે મંજૂરી વગર આશા ભોસલેના અવાજ, ફોટો કે નામનો ઉપયોગ નહિ થઈ શકે, બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો

Back to top button