ટ્રેન્ડિંગમનોરંજન

‘બિકીનીમાં રાખડી બાંધશે’, કૃતિ સેનન વિવાદ પર બોલી અને હવે પોતે ફસાઇ કંગના?

Kangana Ranaut Controversy: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ કૃતિ સેનોનની એક જૂની રાખીની જાહેરાત (એડ) પર આપેલા પોતાના નિવેદનને કારણે ચર્ચામાં છે. કંગનાએ જાહેરાતમાં કૃતિના બ્રાલેટ જેવા આઉટફિટમાં રાખડી બાંધવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કટાક્ષ કરતા કહ્યું હતું કે કોઈ બિકિની કે અંડરગાર્મેન્ટ પહેરીને પોતાના ભાઈને રાખડી શા માટે બાંધશે? કંગનાની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર ભારે બહસ છડી ગઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

હવે આ વિવાદ વચ્ચે કંગનાની એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ ફરીથી ચર્ચામાં આવી ગઈ છે. આ પોસ્ટમાં કંગના પોતે મહિલાઓના પહેરવેશને લઈને સાવ અલગ અંદાજમાં વાત કરતી જોવા મળી રહી છે, જેના કારણે યુઝર્સ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કંગના પોતાના જ શબ્દોમાં ફસાઈ ગઈ છે?

‘એ તમારો બિઝનેસ નથી’

કંગનાની આ જૂની પોસ્ટમાં તેની તસવીરો છે, જેમાં તે સફેદ રંગનું લેસ કોર્સેટ અને હાઈ-વેસ્ટ વ્હાઈટ ટ્રાઉઝર પહેરેલી જોવા મળે છે. પતલી સ્ટ્રેપવાળા આ સી-થ્રૂ આઉટફિટમાં કંગનાએ તસવીરો શેર કરી હતી. પરંતુ તસવીર કરતાં વધુ ધ્યાન તેના કેપ્શને ખેંચ્યું હતું. કંગનાએ મહિલાઓના કપડાં અંગે લખ્યું હતું કે કોઈ મહિલા શું પહેરે છે કે શું પહેરવાનું ભૂલી જાય છે, તે પૂરેપૂરો તેનો અંગત મામલો છે અને તેમાં બીજા કોઈએ દખલ કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ સાપુતારામાં 6 મિત્રો વચ્ચે જમતી વખતે ઝઘડો, એક મિત્રની તીક્ષ્ણ હથિયારથી હત્યા

કંગનાએ પોતાની જૂની પોસ્ટમાં આગળ સ્પષ્ટપણે કહ્યું હતું કે મહિલાના પહેરવેશ સાથે જોડાયેલો નિર્ણય તેનો વ્યક્તિગત મામલો છે, બીજાનો નહીં. એક અન્ય પોસ્ટમાં તેણે આ આઉટફિટની તસવીર શેર કરીને લખ્યું હતું કે તેને લાગે છે કે તે પોતાની વાત સમજાવી ચૂકી છે અને હવે તે ઓફિસ જઈ શકે છે. જૂની પોસ્ટ સામે આવ્યા બાદ હવે લોકો કંગનાના ત્યારના નિવેદન અને કૃતિ સેનોન વાળા હાલના વિવાદને સામસામે રાખીને ચર્ચા કરી રહ્યા છે.

કૃતિની રાખી એડ પર કેમ ભડકી હતી કંગના?

વાસ્તવિકતામાં આ વિવાદ એક રાખીની જાહેરાતને લઈને શરૂ થયો હતો, જેમાં કૃતિ સેનોન બોલ્ડ આઉટફિટમાં જોવા મળી હતી અને રાખડી બાંધતી બતાવવામાં આવી હતી. આના પર કંગનાએ આપત્તિ દર્શાવતા સવાલ કર્યો હતો કે ભાઈ-બહેનના તહેવાર રાખીની જાહેરાતમાં આવા પહેરવેશ બતાવવાની શું જરૂર હતી. કંગનાની આ ટિપ્પણી પછી સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા.

હવે કંગનાની જૂની પોસ્ટ સામે આવ્યા બાદ વિવાદને એક નવો વળાંક મળ્યો છે. એક તરફ કંગનાનું જૂનું નિવેદન છે જેમાં તે મહિલાઓના પહેરવેશ પર અન્ય કોઈના અધિકારને ફગાવતી જોવા મળે છે, તો બીજી તરફ કૃતિની જાહેરાત પર તેનો સવાલ છે. સોશિયલ મીડિયા પર હવે એ જ વાતની ચર્ચા છે કે શું બંને બાબતોમાં કંગનાનો દ્રષ્ટિકોણ અલગ છે કે પછી તે માત્ર જાહેરાતના સંદર્ભ પર સવાલ ઉઠાવી રહી હતી.

આ પણ વાંચોઃ ભાઈની દીર્ઘાયુ માટે રક્ષાબંધન પર કરો આ દાન, જાણો શું કહે છે ધાર્મિક માન્યતાઓ

Back to top button