ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

JEE Advanced Result 2025: JEE એડવાંસનું રિઝલ્ટ જાહેર થયું, આંસર કી પણ ચેક કરી શકશો

JEE-Advanced Result 2025 declared: IIT માં પ્રવેશ માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા JEE Advanced નું પરિણામ જાહેર થઈ ગયું છે. ઉમેદવારો jeeadv.ac.in પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે અને સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વખતે બધી કેટેગરીનો કટઓફ ઘટી ગયો છે.

IIT દિલ્હી ઝોનના રજિત ગુપ્તાએ ટોપ કર્યું છે. રજિત ગુપ્તાએ 360 માંથી 332 ગુણ મેળવ્યા છે. આ પરીક્ષા IIT કાનપુર દ્વારા દેશના 222 શહેરો અને કાઠમંડુ અને દુબઈ સહિત 224 શહેરોમાં 18 મેના રોજ બે શિફ્ટમાં લેવામાં આવી હતી.

પરિણામની સાથે, અંતિમ આન્સર કી પણ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે 1 લાખ 90 હજાર વિદ્યાર્થીઓએ JEE-Advanced માટે નોંધણી કરાવી હતી. આ વર્ષે JEE-Advanced પરીક્ષા કુલ 360 ગુણની હતી, જેમાં પેપર-1 અને પેપર-2 બંને 180 ગુણના હતા.

JEE એડવાન્સ્ડ 2025 ના સ્કોર્સ તપાસવા માટે, jeeadv.ac.in ની મુલાકાત લો અને હોમપેજ પર રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. તમારી લોગિન વિગતો દાખલ કરો, ત્યારબાદ તમને તમારું પરિણામ દેખાશે. વિગતો ચકાસો, સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.

લાયક ઉમેદવારો હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IITs), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (NITs), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIITs) અને અન્ય સરકારી ભંડોળ પ્રાપ્ત ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ (GFTIs) સહિતની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે જોઈન્ટ સીટ એલોકેશન (JoSAA) 2025 કાઉન્સેલિંગ પ્રક્રિયામાં આગળ વધશે. JoSAA હેઠળ શૈક્ષણિક કાર્યક્રમો માટે નોંધણી અને પસંદગી ભરવાની પ્રક્રિયા 3 જૂન, 2025 થી શરૂ થશે.

આર્કિટેક્ચરમાં અભ્યાસ કરવા માંગતા ઉમેદવારો માટે આર્કિટેક્ચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ (AAT) 2025 માટે નોંધણી 2 જૂનથી 3 જૂન દરમિયાન યોજાશે. AAT 2025 પરીક્ષા 5 જૂને સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી યોજાશે, અને પરિણામો 8 જૂને જાહેર થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: આઈપીએલમાં શ્રેયસ અય્યરે ડંકો વગાડ્યો, 1-2 નહીં 3 વખત આ ઐતિહાસિક કામ કરી બતાવ્યું

Back to top button