અમદાવાદના આંગણે જાહ્નવી કપૂર અને વરુણ ધવનને લાગ્યો ગુજરાતી ગરબાનો ચસકો

- નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ની સ્ટાર કાસ્ટ જાહ્નવી કપૂર, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના કલાકારો અમદાવાદ આવ્યા હતા
HD ન્યુઝ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ ત્રીજા નોરતે બોલિવૂડના પ્રખ્યાત કલાકારો વરુણ ધવન Varun Dhawan અને જાહ્નવી કપૂર Janhvi Kapoor અમદાવાદના મહેમાન બન્યા હતા અને અમદાવાદીઓને ડોલાવ્યા હતા. નવલી નવરાત્રિના ત્રીજા નોરતે ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ ની સ્ટાર કાસ્ટ જાહ્નવી કપૂર, વરુણ ધવન, સાન્યા મલ્હોત્રા અને રોહિત સરાફ સહિતના કલાકારો અમદાવાદ આવ્યા હતા. અહીં વરુણ ધવને ગુજરાત એટલે ગરબા…ગુજરાત એટલે ધમાલ…કહેતા જ અમદાવાદીઓએ બુમાબુમ કરી માહોલ બનાવી દીધો હતો. બાદમાં ગુજરાતી ગીત પર જાહ્નવી કપૂર, વરુણ ધવન સહિતના બોલિવૂડ સ્ટાર ગરબે રમ્યા હતાં.
ત્રીજા નોરતે ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ દેખાયો
અમદાવાદ પહોંચેલી ફિલ્મની કાસ્ટ ગરબા કાર્યક્રમમાં રંગબેરંગી ટ્રેડીશનલ કપડાંમાં જોવા મળી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જયારે કલાકારો ગરબાના કાર્યક્રમમાં સ્ટેજ પર પહોંચ્યા તો મોટી સંખ્યામાં ગરબા રમવા પહોંચેલા લોકોએ તેમનું ધમાકેદાર સ્વાગત કર્યું હતું. સાન્યા અને જાહ્નવી બંને નવરાત્રીના ટ્રેડીશનલ ચણિયા ચોળીમાં જોવા મળ્યા, તો વરુણ, રોહિત અને મનીષે પણ ટ્રેડીશનલ કુર્તા પહેર્યા હતા. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
ફિલ્મ વિશે
તાજેતરમાં જ સની સંસ્કારી કી તુલસી કુમારીનું રોમેન્ટિક ટ્રેક ‘તુ હૈ મેરી’ રીલીઝ થયું, જે ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. આ ગીતમાં વરુણ ધવન અને જાહ્નવી કપૂર છે. તેમાં વરુણ જાહ્નવી કપૂર પ્રત્યેની પોતાની લાગણીઓ સમજતો બતાવ્યો છે. જયારે જાહ્નવીનો એક્સ રોહિત સરાફ જેલસ થતો દેખાય છે.
આ પણ વાંચોઃ કરીના કપૂરની 68મી ફિલ્મ દાયરાનું શૂટિંગ શરૂ, મેઘના-પૃથ્વીરાજ સાથે સેટની પહેલી ઝલક જુઓ












