ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગર મનપા દ્વારા વધુ 100થી વધુ મિલકતોમાં તોડવાની કાર્યવાહી

  • બીજા દિવસે પણ અવિરત કામગીરી ચાલુ રખાઇ હતી
  • એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે
  • ૧૦૦ થી વધુ મિલકતો ઉપર મનપાનો હથોડો વીંઝવામાં આવ્યો

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરી બીજા દિવસે પણ અવિરત કામગીરી ચાલુ રખાઇ હતી. અને ૧૦૦ થી વધુ મિલકતો ઉપર મનપાનો હથોડો વીંઝવામાં આવી રહ્યો છે. જોકે બીજા દિવસે શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી હતી.

બીજા દિવસે પણ અવિરત કામગીરી ચાલુ રખાઇ હતી

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર સુધીના માર્ગે ૧૨ મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો ગઇકાલે સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો. અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂ કરી દેવાયું હતું. અને પ્રથમ દિવસે ૧૧૧ મિલકતો પર કપાત સહિતની કામગીરી કરી લેવાયા બાદ રવિવારે બીજા દિવસે પણ અવિરત કામગીરી ચાલુ રખાઇ હતી. અને ૧૦૦ થી વધુ મિલકતો ઉપર મનપાનો હથોડો વીંઝવામાં આવી રહ્યો છે. જોકે બીજા દિવસે શાંતિપૂર્ણ રીતે કામગીરી ચાલી હતી.

એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે

જામનગરના સ્વામિનારાયણ નગરથી નવાગામ ઘેડ સુધી ૩.૫ કી.મી નો વિસ્તાર કે જેમાં ૩૩૧ મિલકતધારકોને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી. અને તેના ભાગરૂપે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. મિલકતો તોડવાની કાર્યવાહીમાં પણ તમામ મશીનરી કામે લગાડવામાં આવી છે. અને મનપાના ૧૫૦થી વધુનો સ્ટાફ જોડાયેલો છે. સાથે સાથે સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝાના માર્ગદર્શન હેઠળ ૧૦૦થી વધુ મહિલા સહિતના પોલીસ કર્મચારીઓ ફરજમાં ગોઠવાયેલા છે. અને એકંદરે શાંતિ પૂર્ણ રીતે ડિમોલેશન કાર્ય ચાલી રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદ-ઇન્દોર હાઇવે પર અકસ્માત, એકનું મૃત્યુ, 3 ઈજાગ્રસ્ત થયા 

Back to top button