પહલગામમાં આતંકી હુમલા બાદ એક્શન મોડમાં ભારતીય સેના, બારામૂલામાં બે આતંકીને ભડાકે દીધા

બારામૂલા, 24 એપ્રિલ 2025: જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સફાયો કરવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે. આ દરમ્યાન બુધવારે સુરક્ષા દળોએ બારામૂલામાં એક્શન લીધી છે. જેમાં એલઓસી નજીક ઘૂસણખોરીની કોશિશ કરતા બે આતંકીનો ભડાકે દીધા છે.
આ દરમ્યાન આતંકીઓ પાસેથી બે એકે સિરીઝ રાઈફલ, ચીની પિસ્તલ અને 10 કિલોગ્રામ આઈઈડી સાથે અન્ય સામગ્રી જપ્ત થઈ છે. કહેવાય છે કે, એલઓસી પર તૈનાત સૈનિકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા અજાણ્યા શખ્સોની સંદિગ્ધ ગતિવિધિને પારખી લીધી. આ દરમ્યાન પડકાર ફેંક્યો અને અથડામણ થઈ. જેના પરિણામસ્વરુપે ગોળીબાર થયો.
એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર
ત્યારબાદ થયેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. આતંકવાદીઓનો સફળ ખાત્મો સુરક્ષા દળોની ઉચ્ચ સતર્કતા અને ઓપરેશનલ તૈયારીઓને પ્રતિબિંબિત કરે છે. હાલમાં પણ ઓપરેશન ચાલુ છે. અહેવાલ છે કે આ આતંકવાદીઓ ખીણમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ સેનાના જવાનોએ તેમને ઠાર માર્યા.
આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલુ છે
તે જ સમયે, કુલગામમાં પણ સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. અહીં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, અહીં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા છે, જેમને સેનાએ ચારે બાજુથી ઘેરી લીધા છે. મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદોના સ્કેચ પણ જાહેર કર્યા છે.
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 28 લોકોના મોત થયા હતા.
ગયા મંગળવારે (23 એપ્રિલ), આતંકવાદીઓએ પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને નિશાન બનાવ્યા અને તેમના પર ગોળીબાર કર્યો, જેમાં 28 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આતંકવાદીઓના આ કાયરતાપૂર્ણ કૃત્યથી દેશભરમાં ભારે આક્રોશ છે. આ ઘટના માટે પાડોશી દેશ પાકિસ્તાનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: પહલગામ હુમલાના જવાબમાં મોદી સરકારની ડિપ્લોમેટિક સ્ટ્રાઈક, પાકિસ્તાનમાં ફફડાટ, તાત્કાલિક બોલાવી હાઈ લેવલ બેઠક












