ટોપ ન્યૂઝનેશનલ

આતંકવાદીઓએ હવે કાશ્મીરમાં બંગાળના મજૂરને ગોળી મારી

કાશ્મીર ખીણમાં આતંકવાદીઓની નફ્ફટાઈ અટકી રહી નથી. એક પછી એક નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર આતંકવાદીઓએ બંગાળના એક મજૂરને ગોળી મારી.

આંતકીએ બંગાળના મજૂરને ગોળી મારી

પુલવામામાં આતંકવાદીઓએ મુનિરુલ ઈસ્લામ નામના મજૂરને ગોળી મારી દીધી છે. જેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની હાલત ખતરાની બહાર છે. દરમિયાન સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ શરુ કરી છે.

Back to top button