ટોપ ન્યૂઝનેશનલ

જમ્મુ-કાશ્મીર: બડગામમાં આતંકવાદીઓએ પંજાબના બે મજૂરોને ગોળી મારી, એકનું મોત

જમ્મુ–કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા પંજાબના બે મજૂરોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ફાયરિંગની આ ઘટનામાં એક મજૂરનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય ઘાયલ છે જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

જમ્મુ–કાશ્મીરમાં એક બેંક મેનેજરની હત્યાના કલાકોમાં જ આતંકવાદીઓએ બે વિદેશી નાગરિકોને નિશાન બનાવ્યા છે. આતંકવાદીઓએ ગુરુવારે રાત્રે બડગામ જિલ્લામાં પંજાબના બે મજૂરોને ગોળી મારી હતી જેમાં એકનું મોત થયું હતું અને બીજો ઘાયલ થયો હતો.

આતંકવાદીઓએ બડગામના જુદુર વિસ્તારના બોપારામાં મજૂરોને નિશાન બનાવ્યા હતા. જેમાં એકને ખભામાં અને બીજીને હથેળીમાં ગોળી વાગી છે. બંનેની ઓળખ દિલકશ અને ગુરી તરીકે થઈ છે.

ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી. આતંકવાદીઓએ રાત્રે લગભગ 9.10 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હતો. ફાયરિંગમાં ઘાયલ થયેલા મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી તેમને SMHS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.

Back to top button