જલાલુદ્દીન છાંગુરે નીતુના નામે સ્વિસબેંકમાં ખાતું ખોલાવ્યું હોવાનો ઘટસ્ફોટ

નવી દિલ્હી, 19 જુલાઈ, 2025: Jalaluddin Chhangur had opened a Swiss bank account ગેરકાયદે રીતે યુવતીઓનું ધર્માંતરણ કરાવવાના આરોપી જલાલુદ્દીન જેહાદી છાંગુર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મોટો ખુલાસો કર્યો છે.
આ કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે છાંગુરના જેહાદી નાણાકીય વ્યવહારોના તાર સ્વિટ્ઝર્લેન્ડ સાથે જોડાય છે, જ્યાં તેના નજીકના સહયોગીઓના નામે અનેક બેંક ખાતાં ખોલવામાં આવ્યા હતા. છાંગુરે ધર્માંતરણ અને દાનના નામે ભારત, શારજાહ, યુએઈ અને દુબઈથી કરોડો રૂપિયા એકત્ર કર્યા, જેને પાછળથી સ્વિટ્ઝર્લેન્ડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. આ નાણાંને છુપાવવા અને તેમની વાસ્તવિકતાને ઢાંકવા માટે છાંગુરે નીતુ, નવીન અને તેના અન્ય મળતિયાઓનાં નામે ડઝનબંધ બેનામી કંપનીઓ દ્વારા બેંક ખાતાં ખોલાવ્યા હતા.
આ પણ વાંચોઃ જલાલુદ્દીન છાંગુર લોકોને ગેરમાર્ગે દોરવા RSSના લેટરહેડ અને મોદીના ફોટાનો ઉપયોગ કરતો હતો
તપાસ એજન્સી ઈડીને મળેલી માહિતી અનુસાર નીતુના નામે સ્વિટ્ઝર્લેન્ડમાં એક સક્રિય બેંક ખાતું અસ્તિત્વમાં છે, જેનો ઉપયોગ શંકાસ્પદ વ્યવહારો માટે કરવામાં આવ્યો હતો. તપાસ એજન્સી હવે છાંગુરની સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલી સંપત્તિઓ અને બેંક ખાતાઓની વિગતવાર તપાસ કરી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસે આ જેહાદી બાબાના આ આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે જોડાયેલા અનેક મહત્વના દસ્તાવેજો ઉપલબ્ધ છે. ઈડી ટૂંક સમયમાં સ્વિસ અધિકારીઓનો સંપર્ક કરીને બેંકની વિગતો અને નાણાકીય વ્યવહારોની માહિતી માંગી શકે છે, જેથી આ આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફર પાછળની વાસ્તવિક ષડયંત્રનો પર્દાફાશ કરી શકાય.
આ પણ વાંચોઃ અમેરિકી મીડિયા સામે પાયલટ ફેડરેશન નારાજઃ માફી માગો અથવા બદનક્ષી કેસનો સામનો કરવાની આપી ચીમકી
ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>
https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD












