જબલપુર ક્રૂઝ દુર્ઘટના: માતાએ અંતિમ ક્ષણ સુધી પુત્રને છાતીએ વળગાડી રાખ્યો; મમતાની આ તસવીરે દુનિયાને રડાવી

Jabalpur Cruise Tragedy: મધ્ય પ્રદેશના જબલપુરમાં 30 એપ્રિલની સાંજે બરગી ડેમમાં એક ક્રૂઝ ડૂબી જવાની દુર્ઘટનામાં 9 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દુર્ઘટનામાં સૌથી વધુ હૃદયદ્રાવક કિસ્સો એક 4 વર્ષના બાળક અને તેની માતાનો છે, જેમના મૃતદેહ એવી હાલતમાં મળ્યા કે બચાવ કામગીરી કરનારાઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
માતાની મમતાના અંતિમ દર્શન
રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન ગોતાખોરોએ જોયું કે માતાએ પોતાના 4 વર્ષના પુત્રને છાતી સરસો ચાંપી રાખ્યો હતો. રેસ્ક્યુ કરનારે જણાવ્યું કે, “અમે જ્યારે મૃતદેહ બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તે બહાર નહોતો આવતો, કારણ કે માતાની પકડ બાળક પર એટલી મજબૂત હતી કે મોતે પણ તેને અલગ કરી શકી નહોતી”. આ પરિવાર દિલ્હીથી પિકનિક મનાવવા આવ્યો હતો, જેમાં પિતા અને પુત્રીનો બચાવ થયો છે પરંતુ માતા-પુત્ર કાળનો કોળિયો બની ગયા છે.
દુર્ઘટનાનું કારણ અને બેદરકારીના આક્ષેપ
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા તોફાનને કારણે ક્રૂઝ પલટી ખાઈ ગઈ હતી. ૨૮ મુસાફરોને બચાવી લેવાયા છે, જ્યારે હજુ પણ ૪ લોકો લાપતા છે. પ્રત્યક્ષદર્શીઓનો આક્ષેપ છે કે છેલ્લી ઘડીએ લાઈફ જેકેટ માટે ભારે અફરાતફરી મચી હતી અને ક્રૂ મેમ્બરોની બેદરકારીને કારણે આ હોનારત સર્જાઈ છે.
સરકારની કાર્યવાહી
દુર્ઘટના બાદ 200થી વધુ જવાનોની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલી છે. સરકારે આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે અને સુરક્ષામાં ચૂક બદલ ત્રણ કર્મચારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી દીધા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં ભયંકર તેલ સંકટ, પેટ્રોલના ભાવ 400 ને પાર, માત્ર 5 દિવસનો જ સ્ટોક બચ્યો
આ પણ વાંચોઃ શુષ્ક ભેજવાળી હવા કેમ હીટવેવ કરતાં વધુ ખતરનાક? શરીર પર કરે છે ગંભીર અસર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












