ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

આ છે ભારતનો સૌથી મોટો બિલ્ડર, અયોધ્યા મંદિરથી લઇને મોટેરા સ્ટેડીયમ સુધી તેમનું જ કામ

નવી દિલ્હી, 26 નવેમ્બર, 2025: અયોધ્યાના ભવ્ય રામ મંદિરથી લઇને દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમ અને મુંબઇ ટ્રાન્સ હાર્બર લિંક, મોટેરા ક્રિકેટ ક્રિકેટ સ્ટેડીયમ, મુંબઇ, અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર અને દેશનો સૌથી લાંબો પુલ ધુબરી-ફૂલ વાડી એ દરેકઐતિહાસિક પ્રોજેક્ટ પાછળ છ એક ભારતીય બિલ્ડરનું નામ. આ બિલ્ડર કંપની છે લાર્સન એન્ડ ટુબ્રો (L&T).

વિદેશી નામ હોવા છતાં, આ સંપૂર્ણપણે ભારતીય કંપની દાયકાઓથી દેશના સૌથી મોટા અને સૌથી સંવેદનશીલ પ્રોજેક્ટ્સમાં વિશ્વસનીય ભાગીદાર રહી છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે LNT કેવી રીતે શરૂ થયું અને આજે તે આટલું મજબૂત કેવી રીતે બન્યું છે?

ડેનમાર્કથી ભારત

વાર્તા 1938માં શરૂ થાય છે, જ્યારે બે ડેનિશ એન્જિનિયરો, હેનિંગહાલ્ક લાર્સન અને સોરેન ક્રિસ્ટિયન ટુબ્રો, ભારત આવ્યા હતા. તેમણે મુંબઈના એક નાના રૂમમાંથી યુરોપિયન મશીનરી વેચીને વ્યવસાય શરૂ કર્યો હતો. જોકે, બીજા વિશ્વયુદ્ધે આયાત બંધ કરી દીધી, જેના કારણે કંપનીને નવો રસ્તો શોધવાની ફરજ પડી હતી. આ સમય દરમિયાન, L&T એ જહાજોનું સમારકામ શરૂ કર્યું અને ધીમે ધીમે તેની ઓળખ સ્થાપિત કરી.

પ્રથમ મોટી સફળતા ટાટાના ટ્રસ્ટ તરફથી મળી

1940માં, કંપનીને ટાટા ગ્રુપ તરફથી સોડા એશ પ્લાન્ટ સ્થાપિત કરવાનું કામ મળ્યું હતું. આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરીને, L&Tએ ટાટાનો વિશ્વાસ મેળવ્યો અને ભારતીય ઉદ્યોગમાં મજબૂત પ્રવેશ કર્યો હતો.1950માં જાહેર કંપની

માળખાકીય વિકાસ માટે વધતી જતી તકોને ઓળખીને, ડિસેમ્બર ૧૯૫૦માં L&Tને જાહેર કંપની બનાવવામાં આવી હતી. આ પછી, રેલ્વે, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને મોટા ઔદ્યોગિક ગૃહો તરફથી પ્રોજેક્ટ્સનો પ્રવાહ સતત વહેવા લાગ્યો હતો.

દેશના વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મુખ્ય ભૂમિકા

1960 અને 1970ના દાયકામાં જ્યારે ડૉ. હોમી ભાભાએ તેને પરમાણુ રિએક્ટર ઘટકોના ઉત્પાદનની જવાબદારી સોંપી ત્યારે L&Tની ક્ષમતાઓને સૌથી વધુ માન્યતા આપવામાં આવી હતી. ISROના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈએ અવકાશ પ્રોજેક્ટ્સ માટે L&T સાથે ભાગીદારી કરી હતી. બાદમાં, કંપનીએ DRDO સાથે મિસાઇલ સિસ્ટમ્સ અને સબમરીન પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ ક્ષેત્રો આજે પણ કંપનીનું વ્યૂહાત્મક કેન્દ્ર છે.

કંપનીને બચાવવા માટેનો સંઘર્ષ

2001માં, જ્યારે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝે L&Tમાં તેનો હિસ્સો વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે કંપનીને ટેકઓવરના ભયનો સામનો કરવો પડ્યો હતો. તત્કાલીન ચેરમેન એ.એમ. નાઈકે કર્મચારીઓ અને સેબીના સમર્થનથી L&Tને બચાવ્યું હતુ. કરારના ભાગ રૂપે, L&Tએ તેનો સિમેન્ટ વિભાગ ગ્રાસિમને વેચી દીધો હતો, જે હવે અલ્ટ્રાટેક તરીકે ઓળખાય છે.

સામાજિક જવાબદારીમાં પણ અગ્રણી

2002ના ગુજરાત ભૂકંપ પછી, L&Tએ માત્ર 80 દિવસમાં 10,000 પ્રાથમિક શાળાઓનું બાંધકામ મફતમાં પૂર્ણ કર્યું હતું. કંપનીએ આપત્તિ રાહત, કૌશલ્ય વિકાસ અને શિક્ષણના ક્ષેત્રોમાં પણ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

L&T આજે 50થી વધુ દેશોમાં સક્રિય છે. આશરે રૂ. 5.49 લાખ કરોડના માર્કેટ કેપ સાથે, તે દેશના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી જૂથોમાંનું એક છે.

L&T ના ચેરમેન કોણ છે?એસ.એન.સુબ્રમણ્યમ લાર્સન એન્ડ ટુબ્રોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ, L&T માઇન્ડટ્રી, L&T ટેકનોલોજી સર્વિસીસ અને L&T મેટ્રો રેલ (હૈદરાબાદ) લિમિટેડના પણ ચેરમેન છે.

આ પણ વાંચોઃ BHIMનું પાવરફુલ ફીચર, તમારા UPIથી મમ્મી-પપ્પા, દાદા-દાદી કરી શકશે પેમેન્ટ

Back to top button