H1-B વિઝા મોંઘા થતા IT કંપનીઓને રૂ. 1 લાખ કરોડનો ઝટકો, જાણો હવે આગળ શું છે આશા

મુંબઇ, 23 સપ્ટેમ્બર, 2025: અમેરિકા દ્વારા H1-B વિઝાનો ખર્ચ વધારવાના ફેંસલાની સીધી અસર ભારતીય શેર બજાર પર પડી છે. સોમવારે આઇટી સેકટરની કંપનીઓના બજાર મૂડીકરણમાં આ ફેંસલા બાજ ઉદભવનારી પરિસ્થિતિઓની ચિંતાથી એક જ દિવસમાં આશરે રૂ. 1 લાખ રૂપિયાનો ઘટાડો થયો હતો. વિઝા પર અમેરિકાના ફેંસલાના અગ્રણી આઇટી શેરોમાં કેટલું નુકસાન ઉઠાવવું પડ્યુ અને આગળ ભારતને માટે માર્કેટ કેવું રહેશે, તે જાણીએ.
TCS અને ઇન્ફોસિસ જેવી કંપનીઓને ઉઠાવવું પડ્યું ભારે નુકસાન
અમેરિકામાં H1-B વિઝાને લગતી અનિશ્ચિતતાઓએ ભારતીય IT ક્ષેત્ર પર ઊંડી અસર કરી હતી. નિષ્ણાતોના મતે, IT કંપનીઓએ માત્ર એક જ દિવસમાં તેમના બજાર મૂડીકરણમાંથી આશરે રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા હતી. TCS (રૂ. 35,500 કરોડ), ઇન્ફોસિસ (રૂ. 18,500 કરોડ), અને HCL Tech અને LTIM (રૂ. 7,600 કરોડ દરેક) જેવી મોટી કંપનીઓને સૌથી વધુ નુકસાન થયું હતુ. વિપ્રો, ટેક મહિન્દ્રા, પર્સિસ્ટન્ટ, એમફેસિસ અને કોફોર્જ જેવી કંપનીઓને પણ હજારો કરોડનું નુકસાન થયું હતું. LTTS, eClerx, Zensar, Tata Tech, Tata Elxsi અને KPIT Tech જેવા નાના IT શેર પણ બચ્યા ન હતા.
BSE IT ઇન્ડેક્સ 2.73% ઘટ્યો
યુએસમાં H-1B વિઝા ફીમાં નોંધપાત્ર વધારાની ચિંતા વચ્ચે સોમવારે IT શેરોમાં ઘટાડો થયો. ઇન્ફોબીન્સ ટેક્નોલોજી લગભગ 9 ટકા અને હેક્સાવેર 7 ટકા ઘટ્યા હતા. બીએસઈ પર, ઇન્ફોબીન્સ ટેક્નોલોજીસના શેર 8.93 ટકા, હેક્સાવેર ટેક્નોલોજીસ 7.08 ટકા, એલટીઆઈ માઇન્ડટ્રી 4.54 ટકા, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ 4.19 ટકા અને ટેક મહિન્દ્રાના શેર 3.20 ટકા ઘટ્યા હતા.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસના શેર 3.02 ટકા, ઇન્ફોસિસ 2.61 ટકા, વિપ્રો 2.25 ટકા અને એચસીએલ ટેક 1.84 ટકા ઘટ્યા હતા. આ કંપનીઓના બજાર મૂલ્યાંકનમાં એક જ દિવસમાં રૂ. 83,994.45 કરોડનો સંયુક્ત ઘટાડો થયો હતો. બીએસઈ આઈટી ઇન્ડેક્સ 2.73 ટકા ઘટીને 34,988.20 થયો હતો.
ટ્રમ્પ વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી કે ફક્ત નવા અરજદારોએ જ વધેલી ફી ચૂકવવી પડશે
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી ભારત સહિત અન્ય દેશોના કર્મચારીઓને અમેરિકામાં રહેવા અને કામ કરવા માટે રાખવા માટે કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા વિઝા પર ફીમાં વધારો થયો હતો. જોકે, શનિવારે વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે 100,000 લાખ ડોલર H-1B વિઝા ફી ફક્ત નવા અરજદારો પર જ લાગુ પડે છે.
સોમવારે દિવસભર IT ઇન્ડેક્સ લાલ નિશાનમાં રહ્યો
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને માર્કેટ એક્સપર્ટ શુભમ સિંઘલના મતે, ઇન્ફોસિસ, TCS, HCL ટેક્નોલોજીસ અને ટેક મહિન્દ્રા જેવી ભારતીય કંપનીઓ યુએસ માર્કેટ પર ખૂબ નિર્ભર છે. આ કંપનીઓના હજારો કર્મચારીઓ H1-B વિઝા પર યુએસમાં કામ કરે છે. વિઝાના ભાવમાં વધારાથી કંપનીઓના સંચાલન ખર્ચમાં વધારો થશે, જેના કારણે તેમના નફા પર દબાણ આવશે. આ કારણે રોકાણકારો સોમવારે નર્વસ હતા, અને IT ઇન્ડેક્સ આખો દિવસ લાલ નિશાનમાં રહ્યો હતો.
નિષ્ણાતો માને છે: આ ઘટાડો કામચલાઉ છે
જોકે, સિંઘલ માને છે કે આ ઘટાડો કામચલાઉ છે. તેમણે કહ્યું કે, IT ક્ષેત્રની લાંબા ગાળાની સંભાવનાઓ મજબૂત છે. યુએસ અને યુરોપમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી સેવાઓની માંગ સતત વધી રહી છે. ભારતીય IT કંપનીઓ આ વૈશ્વિક વલણનો લાભ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.
આ પણ વાંચોઃ Diwali Muhurat Trading: NSE-BSE પર 21 ઓક્ટોબરે 1 કલાકનું દિવાળી મૂહૂર્ત ટ્રેડીંગ, જાણો આ વર્ષે શું છે નવું












