Israel US Iran War: ટ્રમ્પે ઈરાનના સૈન્ય અધિકારીઓને કહ્યું- “હથિયાર મુકી દો, સુરક્ષાની ગેરંટી અમે આપીશું”

Israel US Iran War: ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીની હત્યા બાદ યુદ્ધની આગ ફાટી નીકળી છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે છેલ્લા 24 કલાકમાં 15 થી વધુ દેશોમાં યુએસના સૈન્ય બેઝોને નિશાન બનાવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ ઇચ્છે છે કે હવે આ યુદ્ધ બંધ થાય, પરંતુ ઈરાનનો બદલો હજુ પણ અધૂરો છે. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે તે આ મામલે અમેરિકા સાથે વાટાઘાટો નહીં કરે. પરિણામે, ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે લડાઈ ચાલુ છે.
ટ્રમ્પે ઈરાની સૈન્યને શરણાગતિ સ્વીકારવા કહ્યું
એક નિવેદનમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સૈન્ય અધિકારીઓને હથિયાર મકી દેવા કહ્યું છે. તેમણે કહ્યું કે ઈરાન સામે સૈન્ય અભિયાન ત્યાં સુધી ચાલુ રહેશે જયાં સુધી તેના તમામ લક્ષ્યો હાંસલ ન થાય. ટ્રમ્પે કહ્યું કે હથિયાર મુકવાના બદલામાં સંપૂર્ણ સુરક્ષાની ગેરંટી અમે આપીશું. તેમના તાજેતરના વિડિઓ સંબોધનમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સના લક્ષ્યો અત્યંત ગંભીર છે. તેમણે ઈરાની લશ્કરી કર્મચારીઓને કહ્યું, “હથિયાર મુકી દો, નહીં તો મોતનો સામનો કરવા તૈયાર થઈ જાવ.” ટ્રમ્પે કહ્યું, “આ બહુ ભયાનક થશે.”
⚡️⚡️The military operation against Iran will continue until all its objectives are achieved
The United States has very serious goals, Donald Trump said in his latest video address.
He urged Iranian military personnel to lay down their arms and receive full immunity —… pic.twitter.com/Ofc2UyFaNi
— NEXTA (@nexta_tv) March 2, 2026
ચીનના ગ્લોબલ ટાઈમ્સ અખબારનો દાવો છે કે અહમદીનેજાદ જીવિત છે
ચીનના અગ્રણી અખબાર, ગ્લોબલ ટાઈમ્સનો દાવો છે કે ઈરાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અહમદીનેજાદ ઈઝરાયલ અને યુએસ હુમલામાં માર્યા ગયા નથી અને તેઓ જીવિત અને સંપૂર્ણપણે સુરક્ષિત છે. વિવિધ મીડિયા રિપોર્ટોમાં રવિવારે દાવો કરવામાં આવ્યો હતો કે ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ યુએસ-ઇઝરાયેલના હુમલામાં મોતને ભેટ્યા છે. પરંતુ હવે ગ્લોબલ ટાઈમ્સે તેના એક નજીકના સહયોગીના નિવેદનના આધાર પર તુર્કીના અનાડોલ એજન્સીનો હવાલો આપતાં આ દાવો કર્યો છે. સહયોગીએ તો એમ પણ કહ્યું કે, “હું તેમના સંપર્કમાં છું. બધું બરાબર છે.”
Former Iranian president Mahmoud Ahmadinejad, who was reportedly killed in the US-Israel strikes, is alive and unharmed, a close aide told Turkey’s Anadolu Agency. “I am in touch with him. All is good,” said the adviser, who spoke on condition of anonymity.
“A building related to… pic.twitter.com/FKDOVNAHnf— Global Times (@globaltimesnews) March 2, 2026
આ પણ વાંચો: ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીની હત્યા કોણે કરી? અમેરિકા અને ઇઝરાયલી સેનાના આ ચાર અધિકારીઓએ સંભાળી હતી કમાન












