આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગ

ઈરાને અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો રદ કરી, નેતન્યાહૂએ કહ્યું કે વિજય ન થાય ત્યાં સુધી લડીશું

અમદાવાદ, 15 જુન 2025: Iran war, America ઇઝરાયલે ડ્રોનથી ઈરાનના કુદરતી ગેસ પ્રોસેસિંગ પ્લોટ પર હુમલો કર્યો હોવાની પુષ્ટી કરવામાં આવી છે. જોવાનું એ છે કે, મસ્કતમાં અમેરિકા સાથે તેહરાનની પરમાણુ વાટાઘાટો રદ કરાઇ છે અને ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દેશને સંબોધતા કહ્યું કે આપણે આપણા અસ્તિત્વ માટે ઉગ્ર સંઘર્ષમાં છીએ. વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લડીશું. તેહરાનના આકાશ ઉપર ઈઝરાયલી વાયુસેનાના જેટ જોશો. અમે આયાતુલ્લા શાસનના દરેક સ્થાન અને દરેક લક્ષ્ય પર હુમલો કરીશું.

પરમાણુ વાટાઘાટો રદ

ઈઝરાયલ અને ઈરાન યુદ્ધ ચાલતાં પરમાણુ યુદ્ધમાં ઓમાનની રાજધાની મસ્કતમાં 15 જૂન, 2025 અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો રદ કરવામાં આવી છે તેમ ઓમાનના વિદેશ પ્રધાન બદ્ર અલ્બુસૈદીએ શનિવારે X પર પોસ્ટ કરીને માહિતી આપી હતી.  ઓમાન ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોમાં મધ્યસ્થી કરી રહ્યું હતું. વાટાઘાટો રદ થયાના થોડા કલાકો પહેલા, એક વરિષ્ઠ ઈરાની મંત્રીએ કહ્યું હતું કે દેશ પર ઇઝરાયલી હુમલાઓ પછી, અમેરિકા સાથે વધુ પરમાણુ વાટાઘાટોનો હવે કોઈ અર્થ નથી.  સમાચાર એજન્સીના અહેવાલ મુજબ એક અમેરિકન અધિકારીએ કહ્યું હતું કે, તેહરાનના ઇનકાર છતાં, અમેરિકા ઈરાન સાથે વાતચીત કરવા માંગે છે.

હવાઈ હુમલાઓ વોશિંગ્ટનના સમર્થનનું પરિણામ

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીનું નિવેદન યુરોપિયન યુનિયનના ટોચના રાજદ્વારી કાજા કલાસ સાથે ફોન પર વાતચીત બાદ આવ્યું છે. જેમાં તેમણે કહ્યું હતું કે, ઇઝરાયલી હવાઈ હુમલાઓ વોશિંગ્ટનના સીધા સમર્થનનું પરિણામ છે. જોકે, અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે તે આ હુમલામાં સામેલ નથી.

કુદરતી ગેસ પ્રોસેસિંગ પ્લોટ પર ડ્રોન હુમલો

ઈરાની સમાચાર એજન્સીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે ઇઝરાયલે ઈરાનના કુદરતી ગેસ પ્રોસેસિંગ પ્લોટ પર ડ્રોનથી હુમલો કર્યો હતો, જેના કારણે મોટો વિસ્ફોટ થયો હતો. આવી સ્થિતિમાં, જો આ વાતની પુષ્ટિ થાય છે, તો આ ઈરાનના તેલ અને કુદરતી ગેસ ઉદ્યોગ પર ઇઝરાયલીનો પહેલો હુમલો હશે.

હવે વાતચીતનો કોઈ અર્થ નથી

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બાઘેઈએ કહ્યું કે અમેરિકાએ એવું કામ કર્યું છે કે હવે વાતચીતનો કોઈ અર્થ નથી. તેમણે કહ્યું કે ઈઝરાયલે પોતાના હુમલાઓ દ્વારા ગુનો કરીને લક્ષ્મણ રેખા પાર કરી દીધી છે. રવિવારે મસ્કતમાં યોજાનારી છઠ્ઠા રાઉન્ડની વાતચીત રદ કરવાનું મુખ્ય કારણ 13 જૂને ઈરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલો હવાઈ હુમલો છે.

આ પણ વાંચો: 15 જૂન, 2025, રવિવારઃ ધનુ રાશિના લોકોની નાણાકીય સ્થિતિ સારી રહેશે.

Back to top button