IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

‘સધી, ચેહર, ગોગા, સિકોતર માંના આશીર્વાદ… IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનું અનોખું સેલિબ્રેશન

Urvil Patel note celebration: IPL 2026ની 53મી મેચમાં ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં ઝડપી ફિફ્ટી ફટકારીને ઇતિહાસ રચી દીધો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામે આ સિદ્ધિ હાંસલ કર્યા પછી તેણે પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને અનોખું સેલિબ્રેશન કર્યું હતું. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે માત્ર 13 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ સિદ્ધિ સાથે તે IPLના ઇતિહાસમાં સંયુક્ત રીતે ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. ઉર્વિલ પટેલ પાલનપુરનો વતની છે, જે ગત IPL સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સમાં જોડાયો હતો.

13 બોલમાં ફિફ્ટી ફટકારી

આ મેચમાં ઉર્વિલ પટેલે શરૂઆતથી જ આક્રમક, ધમાકેદાર અભિગમ અપનાવ્યો. તેણે પોતાની ઇનિંગના પહેલા બોલ પર એક સિંગલ લીધો અને પછી આગામી ચાર બોલ પર સતત ચાર છગ્ગા ફટકાર્યા હતા. આ પછી એક બોલ વાઈડ હતો અને પછીના ત્રણ બોલમાં તેણે બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને લખનૌના બોલરોને ધોઈ નાખ્યા. ત્યારબાદ મોહમ્મદ શમીની ઓવરમાં એક સિક્સર અને એક સિંગલ લઈને તેણે 13 બોલમાં પોતાની ફિફ્ટી પુરી કરી હતી.

ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી સેલિબ્રેશન કર્યું

આ દરમિયાન એક ખાસ ક્ષણ જોવા મળી, ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકાર્યા બાદ ઉર્વિલ પટેલે પોતાના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢી. તેમાં લેખલું હતું, ‘This is for you Papa’, જેનો અર્થ છે કે તેણે આ ફિફ્ટી તેના પિતાને સમર્પિત કરી હતી, આ સાથે ચિઠ્ઠીમાં ગુજરાતીમાં લખેલું હતું, “સધી, જોગણી, ચેહર, ગોગા, સિકોતર માંના આશીર્વાદ” તેનું આ અનોખું અને ભાવુક સેલિબ્રેશન ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું.

આ પણ વાંચો: માતાને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતાં દીકરાએ ખૂની ખેલ ખેલ્યો

Back to top button