IPL 2026ના પ્લેઓફ મેચનું શેડ્યુલ જાહેર, આ તારીખે રમાશે ફાઈનલ મેચ

IPL 2026 : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2026 માટે પ્લોઓફ મેચનું શેડ્યુલ જાહેર કરી દીધું છે. 70 રોમાંચક મેચ બાદ હવે ટૂર્નામેન્ટ પોતાના નિર્ણાયક સમયમાં પ્રવેશ કરી ચૂક્યો છે, જ્યાં દરેક મેચ ફાઈનલનો રસ્તો નક્કી કરશે.
પ્લેઓફની શરુઆત 26 મેથી શરુ થશે. જ્યારે ક્વોલિફાયર – 1 મેચ એચપીસીએ સ્ટેડિયમ, ધર્મશાળામાં રમાડવામાં આવશે. આ મેચમાં પોઈન્ટ ટેબલની ટોપ 2 ટીમ સામ- સામે ટકરાશે અને વિજેતા ટીમ ફાઈનલમાં પોતાનું સ્થાન બનાવશે. આ મેદાન પર 29 મેના ક્વોલિફાયર-2 મેચ યોજવામાં આવશે. તેમાં ક્વોલિફાયર – 1માં હારનાર ટીમ અને એલિમિનેટરની વિજેતા ટીમ સામ-સામે હશે. આ મેચની બીજી ફાઈનલિસ્ટ ટીમનો નિર્ણય થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાશે ફાઈનલ
ટૂર્નામેન્ટનો મહામુકાબલો એટલે કે ફાઈનલ 31 મેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે રમાશે. જે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં IPL 2026ના ચેમ્પિયનનો તાજ પહેરાવવામાં આવશે. આ વખતે પ્લેઓફ મેત્ર ત્રણ અલગ- અલગ શહેરોમાં યોજવામાં આવશે. BCCIના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કેટલાક વિશેષ કામગીરી અને લોજિસ્ટિક કારણોને કારણે લેવામાં આવ્યો છે.
નોંધનિય છે કે, પહેલો ફાઈનલ મેચનું આયોજન બેંગલુરુમાં કરવાનું નક્કી કરાયું હતું, પરંતુ સ્થાનિક એસોસિએશન અને પ્રશાસનની કેટલીક જરુરીયાતોને કારણે જે BCCIના પ્રોટોકોલ અનુરુપ નથી, સ્થાનમાં ફેરફાર કરવો પડ્યો. તે બાદ ફાઈનલ મેચ અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો. BCCI ના સચિવ દેવજીત સૈકિયાએ આ પૂરા શેડ્યુલની સત્તાવાર જાહેરાત કરી છે.
ક્વોલિફાયર 1 : 26 મે – એચપીસી સ્ટેડિયમ
એલિમિનેટર : 27 મે – ન્યૂ ચંડીગઢ
ક્વોલિફાયર 2 : 29 મે – ન્યૂ ચંડીગઢ
ફાઈનલ : 31 મે – નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ
આ પણ વાંચો : Jalandhar BSF Headquarters blast: જલંધર અને અમૃતસરમાં આર્મી કેમ્પ બહાર બ્લાસ્ટ થયા, પંજાબમાં હાઈએલર્ટ












