IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IPL 2026 પહેલા KKRને ડબલ ઝટકો: હર્ષિત રાણા ટૂર્નામેન્ટમાંથી બહાર, પથિરાનાની ફિટનેસ પર પણ સવાલ

Harshit Rana injury: IPL 2026 ની શરૂઆત પહેલા ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર હર્ષિત રાણા ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકા સામેના ટી20 વિશ્વ કપ પ્રેક્ટિસ મેચ દરમિયાન હર્ષિતના જમણા ઘૂંટણમાં લિગામેન્ટની ઈજા થઈ હતી, જે બાદ ફેબ્રુઆરીમાં તેની સર્જરી કરવામાં આવી હતી.

કોચ અભિષેક નાયરનું નિવેદન

KKR ના મુખ્ય કોચ અભિષેક નાયરે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, “હર્ષિત રાણાનું બહાર થવું એ ટીમ માટે મોટો ફટકો છે. તે છેલ્લા કેટલાક સમયથી ટીમનો અભિન્ન હિસ્સો રહ્યો છે. તેની જગ્યા ભરવી સરળ નથી, પરંતુ અમે હાલમાં કેટલાક નવા બોલરોનું પરીક્ષણ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં રિપ્લેસમેન્ટ અંગે નિર્ણય લઈશું.”

પથિરાનાની ફિટનેસ પર પણ અનિશ્ચિતતા

માત્ર હર્ષિત જ નહીં, પરંતુ શ્રીલંકાના ફાસ્ટ બોલર મથીશા પથિરાના પણ ઈજા સામે ઝઝૂમી રહ્યા છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, પથિરાના હાલમાં રિહેબિલિટેશન હેઠળ છે અને ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ તેને IPLમાં રમવા માટે NOC (અનાપત્તિ પ્રમાણપત્ર) આપવામાં આવશે. આ સ્થિતિમાં KKR ના પેસ એટેક પર જોખમ તોળાઈ રહ્યું છે.

વરુણ ચક્રવર્તીના ફોર્મ પર કેપ્ટનનો વિશ્વાસ

ટીમના મુખ્ય સ્પિનર વરુણ ચક્રવર્તી હાલમાં ખરાબ ફોર્મમાં હોવા છતાં, કેપ્ટન અજિંક્ય રહાણેએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રહાણેએ જણાવ્યું કે, “ટી20 વિશ્વ કપ પછી મળેલો બ્રેક વરુણ માટે મદદરૂપ સાબિત થશે. મને તેની બોલિંગમાં કોઈ ખામી દેખાતી નથી અને તે મજબૂત વાપસી કરશે.”

કોણ હોઈ શકે છે નવા બોલર?

હાલમાં ઈડન ગાર્ડન્સ ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન નવદીપ સૈની, આકાશ મધવાલ, સિમરજીત સિંહ, સંદીપ વોરિયર અને કેએમ આસિફ જેવા બોલરોને જોવામાં આવ્યા છે. KKR પોતાની પ્રથમ મેચ 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.

આ પણ વાંચોઃ “કાયર છે આ લોકો, અમે તેમને યાદ રાખીશું”, તેલના વધતા ભાવને લઈને NATO દેશો પર બગડ્યા ટ્રમ્પ

આ પણ વાંચોઃ રાહુલ ગાંધીએ જે ‘મોહમ્મદ દીપક’ના કર્યા વખાણ, તેને કોર્ટે કેમ લગાવી ફટકાર?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button