IPLટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

DC vs GT: હાર બાદ નિરાશ થયેલા ડેવિડ મિલરને કપ્તાન અક્ષર પટેલે ગળે લગાવી સાંત્વના આપી

નવી દિલ્હી, 09 એપ્રિલ 2026: દિલ્હી કેપિટલ્સે બુધવારે રમાયેલી મેચમાં જીતેલી બાજી હારી ગઈ. ગુજરાત ટાઈટન્સે રોમાંચક મેચમાં 1 રને જીત મેળવી લીધી. દિલ્હી પ્યેલર ડેવિડ મિલરે 41 રનની શાનદાર ઈનિંગ્સ રમી, વળી ટીમને જીત સુધી પહોંચાડી ચુક્યો હતો, પણ તેની એક ભૂલથી દિલ્હીની જીતેલી મેચ હારી ગઈ. મિલર મેચ બાદ ખૂબ નિરાશ દેખાતો હતો, જો કે બાદમાં તે ભાંગી પડ્યો હતો. ત્યારે કપ્તાન અક્ષર પટેલે તેની પાસે આવી તેને સાંત્વના આપી હતી.

ગુજરાત ટાઈટંસે પહેલા બેટિંગ કરતા 210 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે શાનદાર શરુઆત કરી, કેએલ રાહુલ અને પથુમ નિસાંકાએ પહેલી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી. નિસાંકાએ 24 બોલમાં 41 રન બનાવ્યા તો વળી રાહુલે 52 બોલમાં 92 રનની શાનદાર ઈનિંગ્સ રમી. જેમાં તેણે 4 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા. નિતીશ રાણ-5, સમીર રિઝવી 0, અક્ષર પટેલ-2, ટ્રિસ્ટન સ્ટબ્સ-7 તરીકે વિકેટ પડતા ગુજરાતે મેચમાં વાપસી કરી, પણ એક છેડેથી ડેવિડ મિલર ઈનિંગ્સને સંભાળી રહ્યો હતો. તેણે 20 બોલમાં 3 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી નોટઆઉટ 41 રન બનાવ્યા, પણ તેની એક મોટી ભૂલ થઈ ગઈ.

ડેવિડ મિલરની ભૂલ દિલ્હીની ટીમને ભારે પડી, હારનો સામનો કરવો પડ્યો

દિલ્હી કેપિટલ્સને જીતવા માટે 12 બોલમાં 36 રનની જરૂર હતી. મોહમ્મદ સિરાજે 19મી ઓવર ફેંકી, જેમાં બે છગ્ગા અને એક ચોગ્ગા ફટકાર્યા. ઓવરમાં કુલ 23 રન બન્યા. હવે, છેલ્લા છ બોલમાં જીતવા માટે 13 રનની જરૂર હતી. વિપ્રજે પહેલા બોલમાં ચોગ્ગા ફટકાર્યા પરંતુ બીજા બોલ પર આઉટ થયો.

ત્રણ બોલમાં આઠ રનની જરૂર હતી, ત્યારે ડેવિડ મિલરે છગ્ગા ફટકારીને દિલ્હી કેપિટલ્સને ખુશ કર્યા. બે બોલમાં ફક્ત બે રનની જરૂર હતી, મિલરે આગલા બોલ પર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ચૂકી ગયો. જોકે એક સિંગલ સરળતાથી લઈ શકાયો હોત, મિલર દોડવામાં નિષ્ફળ ગયો. નહિંતર, સ્કોર બરાબર થઈ ગયો હોત. મિલરે આગલા બોલ પર ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે બોલ બેટ ચૂકી ગયો અને વિકેટકીપરના હાથમાં ગયો. બટલરે સીધો થ્રો કર્યો, અને કુલદીપ રન આઉટ થયો. જીતની નજીક પહોંચ્યા પછી, દિલ્હી એક રનથી મેચ હારી ગયું.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

મેચ પછી મિલર નિરાશ હતો. તમામ ખેલાડી જ્યારે એકબીજાને હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે દિલ્હી કેપિટલ્સના કપ્તાન અક્ષર પટેલે તેમની પાસે આવ્યો અને તેને ગળે લગાવી લીધો. તેણે મિલર સાથે વાત કરી અને તેને સાંત્વના આપવાની કોશિશ કરી. તેનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈ સ્પષ્ટપણે લાગે છે કે તે મિલરને કહી રહ્યો છે કે તે સારી એવી ફાઈટ આપી, તું આ હારને તારા પર ન લે.

આ પણ વાંચો: જો ડીલ તૂટી તો ઈરાન પર ઘાતક કાર્યવાહી થશે, હોર્મુઝની આસપાસ રહેશે અમેરિકી જહાજ: ટ્રમ્પની ચેતવણી

Back to top button