આઈપીએલ 2025 : યજુવેન્દ્ર ચહલની હેટ્રીક, સેમ કરણના 88 રન, CSKએ પંજાબને આપ્યો આ ટાર્ગેટ

ચેન્નઈ, તા. 30 એપ્રિલ : IPL 2025ની 49મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે. આ મેચ ચેન્નાઈના ગઢ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. મેચમાં પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 190 રન કરી ઓલ આઉટ થઇ ગયું હતું. જેમાં યજુવેન્દ્ર ચહલે હેટ્રીક સાથે કુલ 4 વિકેટ લીધી હતી.
ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: શૈક રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન), નૂર અહમદ, ખલીલ અહેમદ, મથીશા પથિરાના
પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), નેહલ વાઢેરા, શશાંક સિંહ, હરપ્રીત બ્રાર, માર્કો જેન્સેન, અઝમતુલ્લા ઓમરઝાઈ, સૂર્યાંશ શેડગે, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ
બંને ટીમો પોઈન્ટ ટેબલમાં ક્યાં છે?
પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ માટે આ IPL 2025 નિરાશાજનક રહ્યું છે અને ટીમ 9 માંથી ફક્ત બે મેચ જીતી શકી છે. CSK પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે એટલે કે 4 પોઈન્ટ સાથે 10મા ક્રમે છે. બીજી તરફ, પંજાબ કિંગ્સ 9 મેચમાં 5 જીત સાથે પાંચમા સ્થાને છે. આવી સ્થિતિમાં, પંજાબની ટીમ ચેન્નઈના ખરાબ ફોર્મનો ફાયદો ઉઠાવવા અને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માંગશે. જો પંજાબ ચેન્નાઈને હરાવે છે, તો તેના 13 પોઈન્ટ થશે અને તે દિલ્હીને હરાવીને ટોપ-4માં પોતાનું સ્થાન બનાવશે.












