ટ્રેન્ડિંગમનોરંજનસ્પોર્ટ્સ

‘મારા ડીએમમાં…’ યુઝવેન્દ્ર ચહલને લઈને એક્ટ્રેસનો ચોંકાવનારો ખુલાસો, ક્રિકેટ જગતમાં ખળભળાટ!

Yuzvendra Chahal in Controversy: પંજાબ કિંગ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ ફરી એકવાર વિવાદોના કેન્દ્રમાં આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી તાનિયા ચેટર્જીએ દાવો કર્યો છે કે ચહલે તેને ઇન્સ્ટાગ્રામ પર પર્સનલ મેસેજ મોકલ્યા હતા. આ ઘટસ્ફોટ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાઓએ જોર પકડ્યું છે.

‘તમે ક્યૂટ છો’: અભિનેત્રીએ મેસેજ જાહેર કર્યા

એક વાયરલ વીડિયોમાં અભિનેત્રી તાનિયા ચેટર્જીએ પેપરાઝી સામે દાવો કર્યો હતો કે ચહલ તેના ઇન્સ્ટાગ્રામ ડીએમ (ડાયરેક્ટ મેસેજ) માં આવ્યા હતા. તાનિયાએ કેમેરા સામે પોતાનું ઇન્સ્ટાગ્રામ બતાવીને કથિત મેસેજ પણ દર્શાવ્યા હતા. તેના જણાવ્યા મુજબ, ચહલે તેની સ્ટોરી પર રિપ્લાય આપતા લખ્યું હતું કે, “તમે ક્યૂટ છો.”

IPL 2026 અને અંગત જીવન

યુઝવેન્દ્ર ચહલ હાલમાં આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યા છે. તે મેદાન પર સારું પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ આ વિવાદ તેમની મુશ્કેલીઓ વધારી શકે છે.

ધનશ્રી વર્મા સાથેના છૂટાછેડા

નોંધનીય છે કે, ચહલે ડિસેમ્બર 2020માં કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. જોકે, માર્ચ 2025માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થયાના અહેવાલો સામે આવ્યા હતા. લગભગ 18 મહિના સુધી અલગ રહ્યા બાદ આ દંપતીએ પોતાના રસ્તા અલગ કર્યા હતા. છૂટાછેડાના થોડા સમય બાદ જ હવે નવા વિવાદે ચહલનું નામ ઉછાળ્યું છે.

આ પણ વાંચોઃ આશા ભોસલેના ગીતો પણ ન ચલાવાય: પાકિસ્તાને જિયો ન્યૂઝ ચેનલને આપી નોટિસ

આ પણ વાંચોઃ “તથ્યોને તોડવાનું બંધ કરો CM સ્ટાલિન”, બોનસ વિવાદ પર નાણામંત્રીનો પલટવાર – DMK વિદેશીઓને ફાયદો કરાવી રહી છે

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button