IPL 2025: પ્રતિષ્ઠા માટે રમશે સનરાઈઝર્સ, ટોપ-2માં દાવો મજબૂત કરવા ઉતરશે આરસીબી

લખનઉ, તા. 23 મે, 2025: આઈપીએલ 2025માં 65મો મુકાબલો સનરાઈઝરર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહ્યો છે. લખનઉમાં રમાઈ રહેલી મેચમાં આરસીબીએ ટોસ જીત્યો હતો અને બોલિંગ પસંદ કરી હતી. આરસીબીનો રેગ્યુલર કેપ્ટન રજત પાટીદાર આ મેચમાં રમી રહ્યો નથી અને તેની જગ્યાએ જિતેશ શર્મા કમાન સંભાળી રહ્યા છે. જિતેશ આરસીબીની કપ્તાની પ્રથમ વખત કરી રહ્યો છે. આ પહેલાં તેણે પંજાબ કિંગ્સ માટે સનરાઇઝર્સ સામે જ કપ્તાની કરી હતી.
જિતેશે ટૉસ દરમિયાન જણાવ્યું કે પાટીદાર ઇમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે, જ્યારે દેવદત્ત પડિક્કલની જગ્યાએ મયંકને સામેલ કરવામાં આવ્યો છે. સનરાઇઝર્સે આ મેચ માટે પ્લેઇંગ-11માં ત્રણ ફેરફારો કર્યા છે. ટ્રેવિસ હેડની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે અભિનવ મનોહર અને જયદેવ ઉનડકટને પણ જગ્યા મળી છે.
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
- રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઇંગ ઇલેવન: ફિલિપ સોલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, જિતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, લુંગી નગીડી, સુયશ શર્મા.
- સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન: અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.
આરસીબીનો મુખ્ય આધાર વિરાટ કોહલી પર રહેશે, જેમણે આ સિઝનમાં અત્યાર સુધી 505 રન બનાવ્યા છે. કેપ્ટન રજત પાટીદાર (239 રન) અને ફિલ સોલ્ટ (239) પણ ફોર્મમાં છે. હીટર ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડની હાજરી પણ આરસીબી માટે ફાયદાકારક રહેશે.
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @SunRisers in Lucknow.
Updates ▶️ https://t.co/sJ6dOP9ung#TATAIPL | #RCBvSRH pic.twitter.com/8IFxI9fEqa
— IndianPremierLeague (@IPL) May 23, 2025
આ પણ વાંચોઃ આઈપીએલ વચ્ચે આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સંન્યાસ, રોહિત અને કોહલી પહેલા કર્યું હતું ડેબ્યૂ












