આઈપીએલ વચ્ચે આ દિગ્ગજ ક્રિકેટરે લીધો સંન્યાસ, રોહિત અને કોહલી પહેલા કર્યું હતું ડેબ્યૂ

કોલંબો, તા. 23 મે, 2025: આઈપીએલ વચ્ચે શ્રીલંકાના દિગ્ગજ ઓલરાઉન્ડ એન્જેલો મેથ્યૂઝે સંન્યાસની જાહેરાત કરી હતી. શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. મેથ્યુઝ આવતા મહિને પોતાના કરિયરનો છેલ્લો ટેસ્ટ મેચ રમશે. તેણે શુક્રવારે આ જાહેરાત કરી હતી. શ્રીલંકાને આવતા મહિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમવાની છે. સીરીઝની પ્રથમ ટેસ્ટ જ એન્જેલો મેથ્યુઝનો વિદાય ટેસ્ટ મેચ પણ હશે. તેઓ પોતાના દેશ માટે વ્હાઈટ-બોલ ક્રિકેટ રમતા રહેશે.
37 વર્ષીય એન્જેલો મેથ્યુઝનો અંતિમ ટેસ્ટ મેચ 17 થી 21 જૂન સુધી ગૉલમાં રમાશે. તેમણે શુક્રવારે કહ્યું, હું રમતની સૌથી પ્રિય ફોર્મેટ, આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહું તેવો સમય આવી ગયો છે. જૂનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ દેશ માટે મારો છેલ્લી રેડ-બોલ મેચ હશે. શ્રીલંકાના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાતા મેથ્યુઝે આગળ કહ્યું, હું ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી રહ્યો છું. મારી પસંદગીકારો સાથે વાત થઈ છે. જ્યારે પણ મારા દેશને મારી જરૂર પડશે. હું વ્હાઈટ-બોલ ફોર્મેટ માટે પસંદગી માટે ઉપલબ્ધ રહીશ. મને ખાતરી છે કે અમારી ટેસ્ટ ટીમ પ્રતિભાશાળી છે, જેમાં ઘણા ભવિષ્ય અને વર્તમાનના મહાન ખેલાડીઓ રમી રહ્યા છે. તેથી મને લાગે છે કે આ યુવાનોને તક આપવાનો શ્રેષ્ઠ સમય છે.
— Angelo Mathews (@Angelo69Mathews) May 23, 2025
મેથ્યુઝે રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલા ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું
એન્જેલો મેથ્યુઝે રોહિત શર્મા અને વિરાટ કોહલી પહેલા ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2009માં ડેબ્યૂ કરનાર મેથ્યુઝે 118 ટેસ્ટ રમ્યા છે, જેમાં તેમણે 8167 રન બનાવ્યા છે. આ ઉપરાંત 34 વિકેટ પણ ઝડપી છે. તેમણે અત્યાર સુધી 16 સદી અને 45 અડધી સદી બનાવી છે, જેમાં 200 તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. મેથ્યુઝ 2013 થી 2017 સુધી શ્રીલંકાના તમામ ફોર્મેટના કેપ્ટન હતો.
આ પણ વાંચોઃ હાઈવે પર આપત્તિજનક હાલતમાં જોવા મળેલા ભાજપ નેતા પર થઈ મોટી કાર્યવાહી, જાણો વિગતવાર












