IPL 2025 : માર્શની તોફાની સદી, લખનૌએ કર્યો આઈપીએલનો સર્વાધિક સ્કોર, ગુજરાતને આપ્યો આ ટાર્ગેટ

અમદાવાદ, 22 મે : આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ના મેચ નંબર 64 માં ગુજરાત ટાઇટન્સ (GT) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી રહી છે. આ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટોસ હારી ગયા છે અને પ્રથમ બેટિંગ કરતા તેણે નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી આઈપીએલનો પોતાનો સર્વાધિક સ્કોર કરતા 235 રન ફટકાર્યા છે અને ગુજરાતને જીત માટે 236 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં મિચેલ માર્શે તોફાની ઇનિંગ રમતા શાનદાર સદી ફટકારી છે. તેણે આઉટ થતા પહેલાં 117 રન કર્યા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત શાનદાર રહી હતી. મિશેલ માર્શ અને એડન માર્કરામે ફરી એકવાર બેટિંગથી તબાહી મચાવી દીધી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 59 બોલમાં 91 રનની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારી દરમિયાન, માર્કરામે માત્ર 33 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. સાઈ કિશોરે માર્કરામને આઉટ કરીને આ ભાગીદારીનો અંત લાવ્યો હતો. માર્કરામ 24 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો, જેમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.
ગુજરાત ટાઇટન્સ પ્લેઇંગ ઇલેવન: શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), શેરફેન રધરફોર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અર્શદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના
લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઇંગ ઇલેવન: મિશેલ માર્શ, એડન માર્કરામ, નિકોલસ પૂરન, રિષભ પંત (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, અબ્દુલ સમદ, હિંમત સિંહ, શાહબાઝ અહેમદ, આકાશ દીપ, આવેશ ખાન, વિલિયમ ઓ’રૂર્ક
ગુજરાતની નજર હવે ટોપ-2 પર
સતત ત્રણ જીત સાથે વિજય રથ પર સવાર ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ્સ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે અને તે પ્લેઓફમાં પહેલેથી જ પ્રવેશ કરી ચૂક્યું છે. તેમ છતાં, શુભમન ગિલની ટીમ ગુરુવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે હશે, ત્યારે આ મુકાબલાને હળવાશથી નહીં લેતા જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે. ગુજરાતની કોશિશ પ્લેઓફમાં ટોપ-2 માં રહીને રમવાની રહેશે.












