IPLટોપ ન્યૂઝવીડિયો સ્ટોરીસ્પોર્ટ્સ

IPL 2025: CSK એ ટોસ જીતી બોલિંગ લીધી, પ્લેઓફમાં સ્થાન પર રહેશે RCBની નજર

બેંગલુરુ, તા. 3 મે, 2025: આઈપીએલ 2025નો 52મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારા મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બોલિંગ લીધી હતી. સીએસકેની ટીમમાં કોઈ બદલાવ નથી. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે કહ્યું, અમારે હજુ ચાર મેચ રમવાની છે અને અમે બધી મેચોમાં અમારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશું.

ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઈંગ ઈલેવન: શૈક રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરન, રવિન્દ્ર જાડેજા, દેવાલ્ડ બ્રેવિસ, દીપક હુડા, એમએસ ધોની, નૂર અહમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, મતિશા પથિરાના

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પ્લેઇંગ ઇલેવન: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, જીતેશ શર્મા, ટિમ ડેવિડ, કૃણાલ પંડ્યા, રોમારીયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, લુંગી એનગીડી, યશ દયાલ

આરસીબીને નંબર-વન થવાનો મોકો

આરસીબી આજે જીતીને 16 પોઇન્ટ સાથે મુંબઈ ઇન્ડિયન્સના સ્થાને નંબર વન થઈ શકે. જોકે સીએસકેના કરોડો ચાહકો પોતાની આ લાડકવાયી ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ જતા ગમગીન હાલતમાં હશે એમ છતાં આજે સીએસકે કટ્ટર હરીફ આરસીબીને હરાવીને ગૌરવ મેળવે એવી સીએસકેના ચાહકોની આશા હશે.

ધોની-વિરાટ છેલ્લી વાર સામસામે

બેંગલુરુના સ્ટેડિયમમાં એમએસ ધોની અને વિરાટ કોહલી આમને સામને રમતા હોય એવું કદાચ છેલ્લી વાર જોવા મળશે. કારણ એ છે કે ધોની આવતા વર્ષથી આઇપીએલ રમશે કે નહીં એમાં શંકા છે.

હેડ-ટુ-હેડમાં કોણ આગળ?:

બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મેચ રમાઈ છે જેમાંથી 12 મેચમાં આરસીબીનો અને 21 મેચમાં સીએસકેનો વિજય થયો છે. એક મેચ અનિર્ણીત રહી છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે કુલ 11 મેચ રમાઈ છે જેમાંથી બંનેએ પાંચ-પાંચમાં જીત મેળવી છે. એક મેચ અનિર્ણીત રહી છે.

આ પણ વાંચોઃ પત્નીની હત્યા બાદ લાશ પલંગ નીચે ખાડો ખોદી દાટી દીધી, હાથ બહાર આવતા પતિએ ભર્યું આવું પગલું

Back to top button