વિમાનમાં લશ્કર-એ-તૈયબાના 5 આતંકવાદીઓ હોવાનો દાવો, ભારતથી શ્રીલંકા જતી ફ્લાઇટની કોલંબોમાં ચેકિંગ

ચેન્નાઈ, 3મે 2025: ચેન્નાઈ એરપોર્ટના અધિકારીઓને એક ઈમેલ દ્વારા ધમકી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીલંકા એરલાઇન્સની ફ્લાઇટમાં લશ્કરના પાંચ આતંકવાદીઓ સવાર છે. આ ખતરો એવા સમયે આવ્યો છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં સુરક્ષા સતર્કતા પહેલાથી જ વધારી દેવામાં આવી આવી છે.
ચેન્નાઈથી શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટ કોલંબોના બંદરનાયકે આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સુરક્ષા તપાસમાંથી પસાર થઈ રહી છે. ફ્લાઇટમાં લશ્કર-એ-તૈયબા (LeT) ના પાંચ શંકાસ્પદ આતંકવાદીઓની હાજરીનો દાવો કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી છે.
ચેન્નાઈ એરપોર્ટના અધિકારીઓને એક ઈમેલ દ્વારા ધમકી મળી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે શ્રીલંકા એરલાઇન્સની ફ્લાઇટમાં લશ્કરના પાંચ આતંકવાદીઓ સવાર છે. આ ખતરો એવા સમયે આવ્યો છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ દેશમાં સુરક્ષા સતર્કતા પહેલાથી જ વધારી દેવામાં આવી આવી છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશીઓને ભારતમાં ઘૂસાડનાર માસ્ટરમાઇન્ડની ધરપકડ, 40 ઘૂસણખોર પણ ઝડપાયા












