ટ્રેન્ડિંગનેશનલ

IndiGo ફ્લાઇટમાં પાવર બેંક બ્લાસ્ટ! મચી અફરા-તફરી, શું તમે પણ કરો છો આ ભૂલ?

Indigo Flight Fire Case: ચંદીગઢ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરના પાવર બેંકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા જ કેબિનમાં ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે તાત્કાલિક ઈમરજન્સી ઈવેક્યુએશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોને સ્લાઈડ દ્વારા સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે આ પ્રક્રિયામાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

પાવર બેંક કેવી રીતે કામ કરે છે અને કેમ લાગે છે આગ?

પાવર બેંકમાં લિથિયમ-આયન (Lithium-ion) અથવા લિથિયમ-પોલિમર સેલ્સ હોય છે જે નાની જગ્યામાં વધુ ઉર્જાનો સંગ્રહ કરે છે. જો આ ઉર્જાનું સંતુલન બગડે તો બેટરી શોર્ટ સર્કિટ અથવા ‘થર્મલ રનઅવે’ જેવી સ્થિતિમાં આવી જાય છે, જેનાથી તે અચાનક સળગી ઉઠે છે. આગ લાગવાના મુખ્ય કારણો નીચે મુજબ છે:

* ઓવરહીટિંગ: બેટરી વધુ પડતી ગરમ થવાથી અંદર કેમિકલ રિએક્શન કાબૂ બહાર જાય છે.
* ઓવરચાર્જિંગ: લાંબા સમય સુધી ચાર્જિંગ પર રાખવાથી બેટરી પર દબાણ વધે છે.
* નબળી ગુણવત્તા: સસ્તા કે લોકલ પાવર બેંકમાં સેફ્ટી સર્કિટ હોતી નથી, જે જોખમ વધારે છે.
* ડેમેજ: જો પાવર બેંક પડી જાય કે દબાઈ જાય, તો અંદરના સેલ્સ ખરાબ થઈ સ્પાર્ક કરી શકે છે.

ફ્લાઈટમાં પાવર બેંક કેમ છે મોટું જોખમ?

DGCA ના નિયમો મુજબ, પાવર બેંકને હંમેશા કેબિન બેગમાં જ રાખવી જોઈએ, ચેક-ઈન બેગેજમાં નહીં. તેનું કારણ એ છે કે જો કેબિનમાં આગ લાગે તો તેની તરત જાણ થઈ શકે છે, પરંતુ કાર્ગોમાં તે ખબર પડતી નથી. વિમાન જેવા બંધ વાતાવરણમાં ઓક્સિજન ઓછો હોવાથી અને મર્યાદિત જગ્યા હોવાને કારણે આવી આગ ઝડપથી ફેલાઈ શકે છે.

સુરક્ષિત રહેવા માટે શું ધ્યાન રાખવું?

* પાવર બેંકનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવી અનિવાર્ય છે:
* હંમેશા બ્રાન્ડેડ અને સર્ટિફાઈડ પાવર બેંકનો જ ઉપયોગ કરો.
* ચાર્જિંગ વખતે વધુ ગરમ થાય તો તરત જ પાવર બંધ કરી દો.
* ડેમેજ થયેલી કે ફૂલી ગયેલી બેટરીવાળા પાવર બેંકનો ક્યારેય ઉપયોગ ન કરવો.
* ફ્લાઈટમાં પાવર બેંકને એવી રીતે રાખો કે તેના પર નજર રહે, તેને ઓવરહેડ બિનમાં ન મૂકવી જોઈએ.

આ પણ વાંચોઃ Panchak May 2026 : ક્યારથી શરુ થશે પંચક ? જાણો કેમ છે આટલું જોખમી

આ પણ વાંચોઃ ગુજરાતનું એક એવું ગામ, જ્યાં એક જ રસોડે જમે છે ગ્રામજનો, કોમ્યુનિટી લિવિંગનો કોન્સેપ્ટ આજે ખૂબ જરૂરી

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button