આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડસ્પોર્ટ્સ
એશિયા કપ 2025 ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારતની દિલધડક જીત, તિલક વર્માની જોરદાર ફિફ્ટી

દુબઈ, 29 સપ્ટેમ્બર : ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને 9મી વખત એશિયા કપ ચેમ્પિયન બની. એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
પહેલા બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 146 રનના સ્કોર સુધી મર્યાદિત રહી હતી. બુમરાહ-અક્ષર અને વરુણને 2-2 વિકેટ મળી. કુલદીપે 4 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી ફરહાને સૌથી વધુ રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા ભારતે તિલક વર્માના અણનમ 69 રનના આધારે મેચ જીતી લીધી.












