ભારતીય રેલવેએ 2024-25માં બનાવ્યા 7,134 નવા કોચ

નવી દિલ્હી, 4 એપ્રિલ, 2025: ભારતીય રેલવેએ વર્ષ 2024-25 ટ્રેનના કોચના ઉત્પાદનમાં વધારો કર્યો છે. રેલ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એક યાદી અનુસાર નાણાંકીય વર્ષ 2024-25માં 7,134 કોચ બનાવ્યા હતા, જે પાછલા વર્ષની તુલનામાં 9 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 2023-24માં 6,541 કોચ બનાવવામાં આવ્યા હતા. આ વૃદ્ધિનું મુખ્ય કારણ યાત્રિકોની વધી રહેલી માંગને પૂરી કરવા માટે રેલવે દ્વારા મૂળ ઢાંચામાં કરવામાં આવેલ આધુનિકીકરણનો પ્રયાસ છે.
આમ આદમીની જરૂરિયાતો પૂરી કરવા પર ભાર
મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2024-25માં નોન-એસી કોચના ઉત્પાદન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જ્યાં નોન-એસી કેટેગરીમાં કુલ 4,601 કોચ બનાવવામાં આવ્યા છે, જે આમ આદમીની મુસાફરીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે મહત્વપૂર્ણ છે.
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીએ રેકોર્ડ કોચ બનાવ્યાનોધનીય છે કે ભારતીય રેલવેના ત્રણ મોટા કોચ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. આમાં ચેન્નાઈ, તમિલનાડુમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF), પંજાબના કપૂરથલામાં રેલ કોચ ફેક્ટરી (RCF) અને રાયબરેલી, ઉત્તર પ્રદેશમાં આધુનિક કોચ ફેક્ટરી (MCF)નો સમાવેશ થાય છે, જેમાંથી ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)એ 3,007 કોચનું ઉત્પાદન કર્યું છે, જે તેના ઉત્પાદન માટે રેકોર્ડ 2024-2025ને વટાવી ગયું છે.
રેલવે મંત્રાલયે માહિતી આપી
મંત્રાલયે એવી પણ માહિતી આપી હતી કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કોચના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતીય રેલવેએ 2004થી 2014ની વચ્ચે સરેરાશ 3,300થી ઓછા કોચનું ઉત્પાદન કર્યું હતું, પરંતુ 2014થી 2024 સુધીમાં ઉત્પાદનમાં મોટો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન કુલ 54,809 કોચનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જે પ્રતિ વર્ષનું સરેરાશ ઉત્પાદન 5,481 કોચ બતાવે છે.
આ સાથે, રેલવે મંત્રાલયે કહ્યું કે આ વધારો ચડીયાતી કનેક્ટિવિટી અને આત્મનિર્ભરતા માટે કરવામાં આવેલા પ્રયાસોનું પરિણામ છે અને ભારતીય રેલ્વે વધુ સારી સુવિધાઓ સાથે મુસાફરોની વધતી સંખ્યાને સેવા આપી શકે તે સુનિશ્ચિત કરે છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પે ચીન પર લાદી 54 ટકા ટેરિફ, ચીને આપી આ ચીમકી











