અરુણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો ગણાવતા ભારતીય બ્લોગરને ચીનમાં 15 કલાક પૂરી રાખ્યો: આપવીતી જણાવતા બ્લોગર રડી પડ્યો

નવી દિલ્હીઃ 24 ડિસેમ્બર, 2025: એક ભારતીય બ્લોગરે તાજેતરમાં દાવો કર્યો છે કે, અરુણાચલ પ્રદેશને ભારતનો અભિન્ન હિસ્સો ગણાવવા બદલ તેને ચીનમાં આશરે 15 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યો હતો. ‘ઓન રોડ ઇન્ડિયન’ (On Road Indian) નામના ચેનલ પરથી વિડિયો શેર કરતા બ્લોગરે દાવો કર્યો છે કે ચીનમાં ઇમિગ્રેશન સેન્ટર પર તેની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી અને હતાશ થઈને રડવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ બચ્યો નહોતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, આ ઘટના 16 નવેમ્બરની હોવાનું કહેવાય છે. બ્લોગરે વિડિયો જાહેર કરીને પોતાની આપવીતી સંભળાવી છે. બ્લોગરે જણાવ્યું કે શરૂઆતમાં અધિકારીઓએ સામાન્ય સવાલો પૂછ્યા હતા, પરંતુ અચાનક તેને ડિટેન્શન પોઈન્ટ (અટકાયત કેન્દ્ર) પર મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાં બે કલાક સુધી કોઈ અધિકારી ન આવતા બ્લોગર ગભરાઈ ગયો હતો. ત્યારબાદ ચીની અધિકારીઓ તેને એક રૂમમાં લઈ ગયા, જ્યાં તેનો ફોન અને કેમેરા છીનવી લેવામાં આવ્યા. તેને ખાવાનું પણ આપવામાં આવ્યું નહોતું અને ભારતીય દૂતાવાસ (Indian Embassy)નો સંપર્ક પણ કરવા દેવામાં આવ્યો નહોતો.
View this post on Instagram
“મેં માત્ર અરુણાચલ પ્રદેશ માટે સ્ટેન્ડ લીધો હતો…”
બ્લોગરે વિડિયોમાં રડતા રડતા કહ્યું કે, “મેં માત્ર અરુણાચલ પ્રદેશ માટે સ્ટેન્ડ લીધો હતો. મેં લખ્યું હતું કે અરુણાચલ તો ભારતનો હિસ્સો છે (બાદમાં દબાણ હેઠળ ચીનનો હિસ્સો કહેવા મજબૂર થયો હોવાનો સંકેત)… મને લાગ્યું હતું કે હું ક્યારેય ભારત પાછો નહીં જઈ શકું. મેં તેમની પાસે ઘણી વિનંતીઓ કરી હતી.”
મદદની અપીલ
બ્લોગરે વધુમાં જણાવ્યું કે, “હું ઈચ્છું છું કે આ વિડિયો ચીની એમ્બેસી અને ઇન્ડિયન એમ્બેસી સુધી પહોંચે અને તેઓ મને મદદ કરે. અમે સામાન્ય લોકો છીએ.” તેણે કેપ્શનમાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેને કોઈ પણ રાજકીય એજન્ડા સાથે લેવાદેવા નથી.












