T20 World Cup 2026: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યાં અને ક્યારે ટક્કર થશે, જોઈ લો આખું શિડ્યૂલ

ICC T20 WORLD CUP 2026: આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ હવે ભારતીય ટીમની નજર આગામી ટી20 વર્લ્ડ કપ 2026 પર છે. આ સિરીઝ આગામી વર્ષે 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે. જેની મેજબાની ભારત અને શ્રીલંકા કરશે, જેમાં કુલ 20 ટીમો ભાગ લેશે. પણ આ સિરીઝની સૌથી ધમાકેદાર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે, તો આવો જાણીએ આ મેચ ક્યાં અને ક્યારે રમાશે. તેનું સંપૂર્ણ શિડ્યૂલ અહીં તમે જોઈ શકશો.
ક્યાં રમાશે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની મેચ 16 ફેબ્રુઆરીના રોજ શ્રીલંકાના કોલંબોમાં યોજાશે. એશિયા કપ 2025માં ભૂંડી હાર મળ્યા બાદ પહેલી વાર પાકિસ્તાની ટીમ ટી20 ફોર્મેટમાં ભારત સામે ટકરાશે. આ મેચ કોલંબોના આર. પ્રેમાદાસા સ્ટેડિયમમાં રમાશે.
ભારતનો T20 વર્લ્ડ કપ 2020 શેડ્યૂલ
- અહેવાલો અનુસાર, ભારત પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, નેધરલેન્ડ્સ અને નામિબિયા સાથે ગ્રુપમાં રહેશે. ગ્રુપ સ્ટેજમાં દરરોજ ત્રણ મેચ રમાશે.
- ભારત T20 વર્લ્ડ કપ 2026 માં તેના અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરી, 2026 ના રોજ મુંબઈમાં ભારત વિરુદ્ધ યુએસએ મેચ સાથે કરશે.
- બીજી મેચ 12 ફેબ્રુઆરીએ ભારત વિરુદ્ધ નામિબિયા હશે.
- ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરી, 2026 ના રોજ કોલંબોમાં યોજાશે.
- ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ મેચ 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં યોજાશે.
T20 વર્લ્ડ કપ કેવી રીતે રમાશે
T20 વર્લ્ડ કપ 2026 માં કુલ 20 ટીમો ભાગ લેશે, જેને ચારના પાંચ ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. દરેક ગ્રુપમાંથી બે ટીમો સુપર 8 માં આગળ વધશે, જેને ચારના બે ગ્રુપમાં વિભાજીત કરવામાં આવશે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં જશે, જેમાં દરેક ગ્રુપમાંથી એક ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે. સુપર 8 ની બધી મેચો અમદાવાદ, ચેન્નાઈ અને કોલકાતામાં રમાશે. પહેલી સેમિફાઇનલ મુંબઈમાં, બીજી સેમિફાઇનલ કોલંબો અથવા કોલકાતામાં અને ફાઇનલ અમદાવાદમાં રમાશે. જો પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે છે, તો ફાઇનલ કોલંબોમાં રમાશે.
આ પણ વાંચો: VIDEO: શેરીમાં રમતા બાળક પર પીટબુલે હુમલો કર્યો, બાળકનો કાન કરડી ખાધો












