ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

India-UK FTA: એફટીએથી બદલાશે મહિલાઓનું ભવિષ્ય, ભારતીય હસ્તકલાને બ્રિટનમાં મોટી તક

નવી દિલ્હી, 25 જુલાઇ, 2025: ભારત અને બ્રિટન વચ્ચે વ્યાપારી સંબંધોમાં નવો અધ્યાય લખતા, ગઇકાલે ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર સમજૂતિ (એફટીએ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતિથી વૈશ્વિક બજારમાં ભારતીય મહિલાઓને મોટો ફાયદો મળી શકે છે. આ સમજૂતિ હેન્ડિક્રાફ્ટ (હસ્તકલા), પારંપરાગત શિલ્પ, ટેક સ્ટાર્ટઅપ અને સ્વચ્છ નિર્માણ જેવા ક્ષેત્રોમાં કામ કરી રહેલી મહિલાઓને વૈશ્વિક બજાર સાથે જોડાવાનો માર્ગ ખોલશે.

તેમને ફક્ત આંતરરાષ્ટ્રીય નાણાંકીય સહાયતા અને કારોબાર વધારવાની તક મળશે એટલુ જ નહી પંરુત યુકેના 23 અબજ ડોલરના બજારમાં કપડાં, ચામડુ અને પગરખા જેવા ઉત્પાદનો પણ મોકલાવની સુવિધા મળશે. આ પગલાંથી ભારતીય મહિલાઓ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને કંબોડીયા જેવા દેશોની કંપનીઓ સામે સ્પર્ધામાં ઉતરી શકશે. આ સમજૂતિ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને વૈશ્વિક ઓળખની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે.

મહિલાઓના હસ્તકલાના વારસાને સન્માન મળશે

ભારતની જીવંત કાપડ ઇકોસિસ્ટમ મહિલાઓના કૌશલ્ય પર આધારિત છે, પછી ભલે તે વણકર હોય, ભરતકામ કરનાર હોય, રંગકામ કરનાર હોય કે કાંચીપુરમ, ભાગલપુર, જયપુર કે વારાણસીની ડિઝાઇનર હોય. આ FTA સાથે, તેઓ હવે વૈશ્વિક ફેશન અને ડિઝાઇનની દુનિયામાં પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે.

કોલ્હાપુરી ચપ્પલને મળશે વૈશ્વિક પાંખો

મહારાષ્ટ્ર અને આસપાસના વિસ્તારોની મહિલાઓ દ્વારા હાથથી બનાવેલા કોલ્હાપુરી ચપ્પલ હવે યુકેના પ્રીમિયમ બજારમાં ડ્યુટી-ફ્રી વેચવામાં આવશે. આનાથી તેમની બ્રાન્ડનો વ્યાપ વધશે, સંસ્કૃતિનું રક્ષણ થશે, આવક વધશે અને ટકાઉ ચામડાની નિકાસને પ્રોત્સાહન મળશે.

મહિલાઓની આગેવાની હેઠળના MSMEGs ને ફાયદો થશે

આ FTA હવે દેશમાં મહિલાઓ દ્વારા સંચાલિત સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEGs)ને સરળ નિયમો, તાલીમ સહાય અને વેપાર ધિરાણ સાથે મદદ કરશે. ગુજરાત, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં ક્લસ્ટરો હવે વધુ સ્પર્ધાત્મક અને યુકે-રેડી હશે.

મહિલાઓને વૈશ્વિક અર્થતંત્રમાં નેતૃત્વ કરવાની તક મળે છે

વારાણસીના લૂમ હોય, હૈદરાબાદની ડિજિટલ પ્રયોગશાળાઓ હોય, રાજસ્થાનના ક્રાફ્ટ ક્લસ્ટર હોય કે બેંગ્લોરના સ્ટાર્ટઅપ્સ હોય, આ કરાર મહિલાઓને વૈશ્વિક વેપારના કેન્દ્રમાં લાવે છે. આ ફક્ત ડ્યુટીમાં ઘટાડો નથી, પરંતુ ભારતીય મહિલાઓ માટે નેતૃત્વ, નવીનતા અને ઇતિહાસ રચવાની તક છે.

બ્રિટનને ફક્ત મોટા પેટ્રોલ-ડીઝલ વાહનો અને મોંઘા ઈ-વાહનો પર જ મુક્તિ મળશે

કરાર હેઠળ, બ્રિટિશ ઓટોમોબાઈલ કંપનીઓને ભારતમાં ફક્ત મોટા પેટ્રોલ-ડીઝલ અને મોંઘા ઈલેક્ટ્રિક વાહનો પર જ ડ્યુટી મુક્તિ મળશે. સ્થાનિક ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે, બ્રિટિશ કંપનીઓની મધ્યમ-નાની કાર અને ઓછી કિંમતની ઈવી પર ડ્યુટી મુક્તિ આપવામાં આવશે નહીં. કરારના પ્રથમ પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ અને હાઇડ્રોજન સંચાલિત વાહનોને મુક્તિ આપવામાં આવશે નહીં.

બંને પક્ષોના વાહન આયાત પર ડ્યુટી ક્વોટા ઘટાડીને 10 ટકા કરવામાં આવશે, જે હાલમાં 110 ટકા છે. પ્રસ્તાવિત ક્વોટા અને ડ્યુટી મુક્તિ મોટી એન્જિન ક્ષમતા શ્રેણીઓ (3,000 સીસી પેટ્રોલ / 2,500 સીસી ડીઝલથી ઉપર) પર વધુ છે. સ્થાનિક કંપનીઓને તેમના નાના (1,500 સીસી સુધી) અને મધ્યમ-સેગમેન્ટ (1,500-3,000 સીસી પેટ્રોલ/2,500 સીસી ડીઝલ સુધી)ના મજબૂત સેગમેન્ટમાં વિસ્તરણ, નવીનતા અને સ્પર્ધાત્મક બનવા માટે પૂરતો સમય મળશે. ક્વોટા સાથે પાંચ વર્ષમાં 10% ડ્યુટી ઘટાડો કરવામાં આવશે. ક્વોટાની બહાર, 50% ડ્યુટી ઘટાડો 10 વર્ષમાં કરવામાં આવશે.

આ પણ વાંચોઃ 26 જુલાઈ, 2025: તુલા રાશિ માટે વ્યાવસાયિક જીવનમાં સ્પર્ધાનું વાતાવરણ રહેશે

Back to top button