દિલ્હી કૂચ વચ્ચે સરકાર સાથે સહમતિ બાદ ખેડૂતો શંભુ બોર્ડરથી પરત ફર્યા, બે માંગ સ્વીકારાઈ

Farmer Protest: ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ના વિરોધમાં મંગળવારે દિલ્હી કૂચ માટે નીકળેલા પંજાબના ખેડૂતોના આંદોલનમાં મહત્ત્વનો વળાંક આવ્યો છે. હરિયાણા સરકારે ખેડૂતોની બે મુખ્ય માંગો સ્વીકારતા શંભુ બોર્ડર પરથી ખેડૂતો પરત ફરવા લાગ્યા છે. જોકે ખેડૂતોની સૌથી મહત્ત્વની માંગ ગણાતી ભારત-અમેરિકા FTA રદ કરવાની માંગ પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

સવારે શંભુ, કુન્ડલી અને ખનૌરી બોર્ડર પર મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. દેશ બચાવો મોર્ચાના આહ્વાન પર ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીમાં હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હરિયાણા પોલીસે સરહદી વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગુ કરી હતી. અનેક સ્થળોએ બેરિકેડિંગ કરીને વાહન વ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો.
આ દરમિયાન હરિયાણા સરકારે ખેડૂતોની બે માંગો સ્વીકારી હતી. સરકાર દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા ખેડૂત નેતાઓને મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે ખેડૂતોની બેઠક યોજવાની ખાતરી આપવામાં આવી છે. આ બે માંગો સ્વીકારાયા બાદ ખેડૂતો હાલ શંભુ બોર્ડર પરથી પરત ફરવા લાગ્યા છે.
NDA संसदीय दल की ‘मंगल मिलन’ बैठक में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने सभी का मार्गदर्शन किया। उन्होंने हाल के महीनों में देश की कामयाबियों का जिक्र किया और अलग-अलग देशों के साथ हुए FTA के बारे में बात की।
इन समझौतों को लेकर प्रधानमंत्री ने भरोसा दिलाया कि किसानों के हितों को… pic.twitter.com/5ObYU76bxZ
— BJP (@BJP4India) July 21, 2026
સોમવારે ભારતીય કિસાન યુનિયન (ચઢૂની)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢૂનીને હરિયાણા પોલીસે અટકાયતમાં લીધા હતા. તેઓ દિલ્હી ખાતે યોજાનારી ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. આ અટકાયતને લઈને ખેડૂત સંગઠનોમાં ભારે નારાજગી જોવા મળી હતી.
અમૃતસર અને ગુરદાસપુર સહિતના વિસ્તારોમાંથી ખેડૂતોના કાફલા શંભુ બોર્ડર તરફ આગળ વધી રહ્યા હતા, પરંતુ સરકાર તરફથી મળેલા પ્રસ્તાવ બાદ ખેડૂત સંગઠનોએ હાલ માટે શંભુ બોર્ડરથી આગળ ન વધવાનો નિર્ણય કર્યો છે. હરિયાણાના મંત્રી શ્યામ સિંહ રાણાએ ખેડૂતો સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો છે, જેના પર ચર્ચા બાદ આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.
NDA संसदीय दल की ‘मंगल मिलन’ बैठक में प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने सभी का मार्गदर्शन किया। उन्होंने हाल के महीनों में देश की कामयाबियों का जिक्र किया और अलग-अलग देशों के साथ हुए FTA के बारे में बात की।
इन समझौतों को लेकर प्रधानमंत्री ने भरोसा दिलाया कि किसानों के हितों को… pic.twitter.com/5ObYU76bxZ
— BJP (@BJP4India) July 21, 2026
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ શું કહ્યું?
કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા-ભારત FTA મુદ્દે ખેડૂતોના હિતોનું સંપૂર્ણ રક્ષણ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે અને ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
બીજી તરફ ખનૌરી બોર્ડર પર પણ દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણા પોલીસે રોકી દીધા હતા. ભારતમાલા જમ્મુ-કટરા એક્સપ્રેસવે પર ભારે બેરિકેડિંગ કરીને ખેડૂતોને આગળ વધતા અટકાવવામાં આવ્યા હતા. હાલ ખેડૂતો સરકાર સાથેની આગામી ચર્ચા અને FTA અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે.












