ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ભારતીય ટીમની સિલેક્શન કમિટીમાં બે પૂર્વ ખેલાડીઓની એન્ટ્રી થશે, અજીત અગરકર સાથે મળીને કામ કરશે

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર 2025: ભારતીય ક્રિકેટ ટીમની સિલેક્શન કમિટીમાં ટૂંક સમયમાં બે મોટા બદલાવ જોવા મળી શકે છે, જેમાં ટીમ ઈંડિયાના બે પૂર્વ ખેલાડી અને શાનદાર બોલર રુદ્ર પ્રતાપ સિંહ અને પ્રજ્ઞાન ઓઝાની એન્ટ્રી થઈ શકે છે. ટીમની સિલેક્શન સમિતિના અધ્યક્ષ હાલ અજીત અગરકર છે, જેમાં એસ સરથ અને સુબ્રતો બેનર્જી, જે સિલ્કેશન કમિટીના સભ્ય છે, તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ આ બંને પૂર્વ ખેલાડી તેમના જગ્યા પર સામેલ કરવામાં આવશે.

આરપી સિંહે સેન્ટ્રોલ ઝોનમાંથી અરજી કરી

ટીમ ઈંડિયાએ જ્યારે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે તે ટીમમાં આરપી સિંહે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો વળી આરપી સિંહની ગણતરી ભારતીય ક્રિકેટમાં શાનદાર ફાસ્ટ બોલર તરીકે થાય છે. જેમાં તેણે ઘરેલૂ ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ તરફથી રમતા હતા. આરપી સિંહે ટીમ ઈંડિયાની સિલેકશન પેનલમાં સામેલ થવા માટે સેન્ટ્રલ ઝોન તરફથી અરજી કરી છે. બીસીસીઆઈના એક સૂત્રે પીટીઆઈને જણાવ્યું છે કે, આરપી સિંહ અને પ્રજ્ઞાન ઓઝા 2 એવા નામ છે, જેમને અરજી કરવા માટે કહેવાયું હતું અને ક્રિકેટ સલાહકાર સમિતિ આ બંનેના નામ પર બીસીસીઆઈની થનારી એજીએમ બેઠક પહેલા નક્કી કરી દેશે.

આરપી સિંહ 2016-17ની સ્થાનિક સિઝનમાં ગુજરાત માટે પણ રમ્યા હતા, જ્યારે ટીમે પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ રણજી ટ્રોફી જીતી હતી. આરપી સિંહની કારકિર્દી વિશે વાત કરીએ તો, તેમણે 14 ટેસ્ટ મેચ, 58 વનડે અને 10 ટી20 મેચ રમી છે. 14 ટેસ્ટ મેચોમાં, આરપી સિંહે 42.05 ની સરેરાશથી 40 વિકેટ લીધી છે, અને 58 વનડેમાં તેમણે 33.96 ની સરેરાશથી 69 વિકેટ લીધી છે. આરપી સિંહે 10 ટી20 મેચોમાં 15 વિકેટ લીધી છે. વધુમાં, આરપી સિંહની બોલિંગ કૌશલ્ય આઈપીએલમાં પ્રદર્શિત થયું છે, જ્યાં તેમણે 82 મેચોમાં 90 વિકેટ લીધી છે.

પ્રજ્ઞાન ઓઝા દક્ષિણ ઝોન તરફથી અરજી કરે છે

પ્રજ્ઞાન ઓઝાએ દક્ષિણ ઝોનમાં ખાલી જગ્યા ભરવા માટે પસંદગી સમિતિમાં જોડાવા માટે અરજી કરી છે. પ્રજ્ઞાન ઓઝા એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના મુખ્ય સ્પિન બોલરોમાંના એક હતા, તેમણે 48 આંતરરાષ્ટ્રીય મેચોમાં 144 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં, ઓઝા મોટે ભાગે હૈદરાબાદ માટે રમ્યા હતા, અને બંગાળ અને બિહારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

આ પણ વાંચો: ચોંકાવનારી ઘટના: સાળી સાથે બનેવી ભાગ્યો, તો બીજા જ દિવસે બનેવીની બહેનને તેનો સાળો લઈ ગયો

Back to top button