ટ્રેન્ડિંગનેશનલ

ચોંકાવનારી ઘટના: સાળી સાથે બનેવી ભાગ્યો, તો બીજા જ દિવસે બનેવીની બહેનને તેનો સાળો લઈ ગયો

બરેલી: યૂપીના બરેલીમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક બનેવી પોતાની સાળી સાથે ભાગી ગયો, તો બીજા જ દિવસે સાળો બનેવીની બહેનને લઈને ભાગી ગયો. આ મામલામાં પોલીસનું નિવેદન પણ સામે આવ્યું છે અને પોલીસનું કહેવું છે કે બંને પક્ષમાં સમાધાન થઈ ગયું છે, તેના કારણે કે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

 

શું છે સમગ્ર મામલો

પોલીસે જણાવ્યું છે કે, બરેલીના દેવરાનિયા વિસ્તારના એક ગામડામાં કેશવ કુમાર પોતાની 19 વર્ષિય સાળીને લઈને ભાગી ગયો હતો, જે બાદ બીજા જ દિવસે સાળો રવીન્દ્ર કેશવની 19 વર્ષિય બહેનને લઈને ભાગી ગયો હતો. આ ઘટના બાદ આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો.

દેવરાનિયા વિસ્તારના એક ગામના રહેવાસી કેશવ પરણેલો છે અને તેના લગ્ન 6 વર્ષ પહેલા થઈ ચુક્યા હતા. તેના લગ્નથી તેમને બે સંતાનો પણ થયા હતા. આ દરમ્યાન યુવકને પોતાની સાળી સાથે પ્રેમ થઈ ગયો. તો વળી કેશવની બહેનને તેના સાળા સાથે પ્રેમ થઈ ગયો.

23 ઓગસ્ટના રોજ કેશવ પોતાની સાળીને લઈને ભાગી ગયો, તો બીજા જ દિવસે સાળાએ પોતાના પ્રેમને પાટા પર લાવવા માટે બનેવીને બહેનને ભગાડી ગયો. આ મામલાની ફરિયાદ નવાબગંજ પોલીસને કરી તો પોલીસે કેશવ, તેના સાળા અને બંને યુવતીઓને પકડી લીધા. જો કે પોલીસ સ્ટેશનમાં જ્યારે ચારેયને લાવવામાં આવ્યા તો, બંને કપલ વચ્ચે સમાધાન થઈ ગયું.

આ પણ વાંચો: મોરારીબાપૂએ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા સાથે આશીર્વાદ મોકલ્યા, જાણો પત્રમાં શું લખ્યું છે?

Back to top button