ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

હવે ડેન્ગ્યુનો ડર ખતમ! ભારતમાં બનશે પહેલી સ્વદેશી રસી

મહારાષ્ટ્રઃ 19 જૂન, 2025: Dengue Vaccine:  ડેન્ગ્યુ જેવી ખતરનાક બીમારીથી હવે ડરવાની જરૂર નથી. કારણ કે ભારતને જલ્દી હવે તેના નિવારણને લઈને મોટી સફળતા મળી શકે છે. જો બધું બરાબર રહ્યું તો તેની રસી ટૂંક સમયમાં તૈયાર થઈ જશે. તેનું ટ્રાયલ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) હેઠળ કાર્યરત પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ખાતે અંતિમ તબક્કામાં છે.

ભારતને મળશે સ્વદેશી રસી

મળતી માહિતી મુજબ, ડેન્ગ્યુની રસી સંપૂર્ણપણે સ્વદેશી છે અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીના વિજ્ઞાનીઓ લાંબા સમયથી તેના પર કામ કરી રહ્યા છે. હાલમાં, તેનું માનવો પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીના પરિણામો ખૂબ જ સકારાત્મક રહ્યા છે. આવી સ્થિતિમાં, જો આ અંતિમ તબક્કાની ટ્રાયલ સફળ થાય છે, તો ભારતને ટૂંક સમયમાં ડેન્ગ્યુ સામેની પ્રથમ સ્વદેશી અને સલામત રસી મળશે.

ડેન્ગ્યુની રસી બનાવવો પડકાર

ડેન્ગ્યુ વાઇરસના ચાર અલગ અલગ સીરોટાઇપ હોય છે. જેના કારણે, રસી બનાવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીની પ્રયોગશાળાઓમાં આધુનિક બાયોટેકનોલોજીની મદદથી વૈજ્ઞાનિકોએ જે ફોર્મ્યુલા તૈયાર કર્યો છે તે આ બધા સીરોટાઇપ સામે અસરકારક સાબિત થવાનું વચન આપે છે.

ભારત નિપાહ અને ચાંદીપુરાની પણ રસી પણ બનાવે છે

છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારતમાં ઘણા નવા અને ખતરનાક વાઇરસ નોંધાયા છે. નિપાહ વાઇરસ, KFD (ક્યાસનુર ફોરેસ્ટ ડિસીઝ), ચાંદીપુરા વાઇરસ, CCHF (ક્રિમીયન કોંગો હેમોરહેજિક ફીવર) જેવા ચેપ ગંભીર ચિંતાનું કારણ બન્યા છે. આ વાઇરસમાં, ઘણા એવા વાઇરસ છે જેનો મૃત્યુ દર ખૂબ જ ઊંચો છે અને જેના માટે ભારતમાં કોઈ અસરકારક દવા કે રસી ઉપલબ્ધ નથી.

પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજીએ આ પડકાર સ્વીકાર્યો છે અને હવે આ જીવલેણ રોગો સામે રસી વિકસાવવાનો પ્રયાસ કરી રહી છે. ખાસ કરીને કર્ણાટક અને આસપાસના રાજ્યોમાં જોવા મળતા KFD વાઇરસ માટેની રસી એડવાન્સ સ્ટેજમાં છે.

નિપાહ વાઇરસ જે પહેલા ફક્ત ઓસ્ટ્રેલિયા અને અમુક વિદેશી સંસ્થાઓ પર રિસર્ચ માટે નિર્ભર હતું. હવે તેની રસી પણ ભારતમાં મોનોક્લોનલ એન્ટીબૉડી તૈયાર કરી લેવામાં આવી છે.

પ્રાણીઓથી માણસોમાં ફેલાતા CCHF વાઇરસ માટે ડાયગ્નોસ્ટિક કીટ અને રસી વિકાસ પર કામ શરૂ થઈ ગયું છે. ચાંદીપુરા વાઇરસ બાળકોમાં મૃત્યુદરમાં વધારો કરે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાયરોલોજી દ્વારા તેના માટે રસી પર કામ પણ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, ગુજરાતમાં ચાંદીપુરાના કેસ જોવા મળ્યા હતા. આ બધા પ્રયાસો સાથે, ભારત હવે વાઇરસની સારવાર અને નિવારણમાં આત્મનિર્ભર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ કોની બેદરકારી યુવકની કે તંત્રની? રસ્તે ચાલ્યા જતા વીજ પોલને અડી જતા જીવ ગુમાવ્યો!

આ પણ વાંચોઃ શું તમે Google Pay, PhonePe, Paytm થી ખોટા નંબર પર પૈસા મોકલ્યા છે? તેને આ રીતે પાછા મેળવો

Back to top button