ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

129 રનની ધમાકેદાર ઇનિંગ છતાં રાહુલ નિરાશ, કહ્યું- હવે 400 રન બનાવવા પડશે

KL Rahul:  વેસ્ટઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ વનડે મેચમાં ભારતના સ્ટાર બેટર કેએલ રાહુલે (KL Rahul) 129 રનની શાનદાર સદી ફટકારી. જોકે, રાહુલની આ ધમાકેદાર ઇનિંગ છતાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. મેચ બાદ રાહુલે પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં કહ્યું કે સદી ફટકારીને લાંબો સમય ક્રિઝ પર વિતાવવાથી તેમને ખૂબ ખુશી થઈ છે, કારણ કે આગામી સિરીઝ પહેલાં આ ઇનિંગથી તેમનો આત્મવિશ્વાસ વધ્યો છે. જોકે, ટીમ મેચ જીતીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરી શકી નહીં તેનું તેમને દુઃખ પણ છે.

સિરીઝમાં ક્લીન સ્વીપ ન કરી શકવાનો રાહુલને અફસોસ

ત્રીજી વનડે બાદ જિયો સ્ટાર સાથે વાતચીત દરમિયાન કેએલ રાહુલે જણાવ્યું કે વેસ્ટઈન્ડિઝ સામે 129 રન બનાવવાની ખુશી છે, પરંતુ મેચ હારવા અને સિરીઝમાં ક્લીન સ્વીપ ન કરી શકવાનો અફસોસ પણ છે. તેમણે કહ્યું કે તેમના માટે ક્રિઝ પર લાંબો સમય વિતાવવો ખૂબ જરૂરી હતો, કારણ કે જાન્યુઆરીમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચ બાદ તેમને વનડેમાં મોટી ઇનિંગ રમવાની તક મળી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

રાહુલના મતે, આવતા વર્ષે ઓક્ટોબરમાં યોજાનારા ODI વર્લ્ડ કપ 2027ની તૈયારી માટે આ ઇનિંગ ખૂબ મહત્વપૂર્ણ હતી. તેમણે કહ્યું કે પ્રેક્ટિસ દરમિયાન શીખેલી નવી બાબતોને મેચમાં અજમાવવાની તક મળવી તેમના માટે મહત્વપૂર્ણ હતી.

વર્લ્ડ કપ 2027ની તૈયારી અંગે રાહુલે શું કહ્યું?

2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અંગે કેએલ રાહુલે જણાવ્યું કે ટીમ બાઇલેટરલ સિરીઝનો ઉપયોગ નવા ખેલાડીઓને તક આપવા માટે કરી રહી છે. તેમના કહેવા પ્રમાણે હવે વનડે ક્રિકેટમાં માત્ર 330-340 રનનો સ્કોર પૂરતો નથી. બેટર્સનો પ્રયાસ સેટ થયા બાદ આક્રમક બેટિંગ કરીને ટીમનો સ્કોર 370થી 400 રન સુધી પહોંચાડવાનો છે.

રાહુલે કહ્યું કે મિડલ ઓર્ડરના બેટર્સનું કામ ક્રિઝ પર આવતાની સાથે જ ઝડપી રન બનાવવા અને સ્ટ્રાઈક રોટેટ કરવાનું છે. બુમરાહ અને અક્ષર જેવા મુખ્ય ખેલાડીઓની ગેરહાજરીમાં નવા ખેલાડીઓને અજમાવવાની સારી તક મળી છે. આ રીતે વર્લ્ડ કપ માટે મજબૂત ટીમ તૈયાર કરવામાં મદદ મળશે.

આ પણ વાંચો:દિવાળી પહેલાં RBI આપી શકે મોટો ઝટકો, વધશે લોનની EMI?

ત્રીજી વનડેમાં શું થયું?

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 7 વિકેટે 351 રન બનાવ્યા હતા. કેએલ રાહુલે આ દરમિયાન અણનમ 129 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

રોહિત શર્માએ પણ 85 બોલમાં 92 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી.

351 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં વેસ્ટઈન્ડિઝે 48.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો. વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે 143 બોલમાં અણનમ 162 રનની મેચ વિનિંગ ઇનિંગ રમીને ટીમને શાનદાર જીત અપાવી.

આ પણ વાંચો:ભારતમાં બદલાશે નોટોનો લુક? પ્લાસ્ટિક કરન્સી માટે RBIની મોટી તૈયારી

 

Back to top button