India-Brazil Trade Deal: ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, PM મોદીએ કહ્યું, “આતંકવાદ સામે બંને દેશો સાથે…”

ભારત અને બ્રાઝિલના સંબંધોમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. ભારત અને બ્રાઝિલ વચ્ચે ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં એવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સહમતિ બની છે, જે બંને દેશોની અર્થવ્યવસ્થાને નવી ગતિ આપી શકે છે. પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ લુલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં કહ્યું, “રાષ્ટ્રપતિ લુલા અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતાં મને આનંદ થાય છે. તેમના વિઝન અને પ્રેરણાદાયક નેતૃત્વથી ભારત-બ્રાઝીલ સંબંધોને લાંબા સમયથી લાભ મળ્યો છે.”
PM મોદીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને નેતાઓ વચ્ચે અનેક મુલાકાતો થઈ છે અને દરેક વખતે રાષ્ટ્રપતિ લુલાની ભારત પ્રત્યેની ઊંડી મિત્રતા અને વિશ્વાસ સ્પષ્ટપણે અનુભવાયો છે. મોદીએ વધુમાં કહ્યું કે રાષ્ટ્રપતિ લુલાની મુલાકાત ઐતિહાસિક AI ઇમ્પેક્ટ સમિટને પણ નવી ઉર્જા આપે છે અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવે છે.
#WATCH | Delhi: PM Narendra Modi says, “Brazil is India’s largest trading partner in Latin America. We are committed to taking bilateral trade beyond $20 billion in the next five years. Our trade is not just a figure; it’s a reflection of trust. The large business delegation… pic.twitter.com/xqUE8Id9j0
— ANI (@ANI) February 21, 2026
વેપારને 20 અબજ ડોલરથી આગળ લઈ જવાનુ લક્ષ્ય
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બ્રાઝીલ લેટિન અમેરિકામાં ભારતનો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. બંને દેશો આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 20 અબજ ડોલરથી આગળ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, “આપણો વેપાર ફક્ત એક આંકડો નથી; તે પરસ્પર વિશ્વાસનું પ્રતિબિંબ છે. રાષ્ટ્રપતિ લુલા સાથે આવેલું મોટું વ્યાપારી પ્રતિનિધિમંડળ આ વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.”
ટેકનોલોજી અને ગ્લોબલ સાઉથ પર ફોકસ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ટેકનોલોજી અને ઇનોવેશનમાં સહયોગ માત્ર ભારત અને બ્રાઝિલ માટે જ નહીં, પરંતુ સમગ્ર ગ્લોબલ સાઉથ માટે મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે AI, ડિજિટલ ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ભાગીદારી દ્વારા વિકાસશીલ દેશોને નવી દિશા મળી શકે છે. આવા સહકારથી જ્ઞાનની આપ-લે, ટેક્નિકલ ક્ષમતા અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે, જે ગ્લોબલ સાઉથના દેશોને વધુ સશક્ત બનાવશે.
આ પણ વાંચો: US Tariff On India: 25% થી 50%… પછી 18%, યુએસ સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ભારત પર હવે કેટલો ટેરિફ લાગશે?












