IND vs ENG: મોહમ્મદ સિરાજ વિરુદ્ધ ICCએ લીધી મોટી એક્શન, આ ભૂલની મળી સજા

IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટ મેચમાં બંને ટીમો તરફથી આક્રમકતા જોવા મળી રહી છે. વિકેટ પડ્યા બાદ બોલરો ઉત્સાહમાં ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. મેચના ચોથા દિવસે બંને ટીમો તરફથી આક્રમકતા વધુ વધી ગઈ હતી. ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પણ આ દરમિયાન અલગ અંદાજમાં જોવા મળ્યો હતો. જેના કારણે હવે ICCએ તેની સામે મોટી કાર્યવાહી કરી છે. જેના કારણે સિરાજને સજા ફટકારવામાં આવી છે.
You can’t escape the DSP! 🚨
One shot too many & #BenDuckett has to make his way back as #MohammedSiraj provides an early breakthrough!#ENGvIND 👉 3rd TEST, DAY 4 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/vo6bbH8PcQ pic.twitter.com/4vO1Elz9eo
— Star Sports (@StarSportsIndia) July 13, 2025
સિરાજના આ હરકત પર ICC એ કડક કાર્યવાહી કરી
ચોથા દિવસે, લોર્ડ્સમાં માત્ર શાનદાર રમત જ નહોતી, પરંતુ ખેલાડીઓ વચ્ચે ગરમાગરમી પણ જોવા મળી હતી. હકીકતમાં જોઈએ તો, ચોથા દિવસની શરૂઆતમાં પણ મેદાન પર ત્રીજા દિવસનો ઉત્સાહ ચાલુ રહ્યો હતો. ઈંગ્લેન્ડની બીજી ઇનિંગ દરમિયાન, મોહમ્મદ સિરાજ અને ઈંગ્લેન્ડના બેટ્સમેન બેન ડકેટ વચ્ચે ઉગ્ર દલીલ થઈ. બેન ડકેટ (12) ને આઉટ કર્યા પછી સિરાજ ઉત્સાહિત થઈ ગયો. આ વિકેટની ઉજવણી કરતી વખતે, સિરાજનો ખભા બેન ડકેટ સાથે અથડાયો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. હવે આ ઘટના પર એક મોટી અપડેટ સામે આવી છે. સિરાજની આ હરકત પર ICC એ મોટી કાર્યવાહી કરી છે.
🚨 FINE FOR MOHAMMED SIRAJ 🚨
– Siraj has been fined 15% of match fees for his celebration after the wicket of Duckett. pic.twitter.com/Dxte2C9nyO
— Johns. (@CricCrazyJohns) July 14, 2025
અહીં ઉલ્લેખનિય છે કે, ઈંગ્લેન્ડની બીજી ઇનિંગની છઠ્ઠી ઓવરમાં, સિરાજે ઓપનર બેન ડકેટને નજીક આવીને આઉટ કર્યા પછી આક્રમક રીતે ઉજવણી કરી હતી. સિરાજને હવે આ હરકત બદલ સજા મળી છે.
મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો
આઈસીસીએ મોહમ્મદ સિરાજને તેની મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકાર્યો છે. સિરાજને આઈસીસી આચાર સંહિતાના લેવલ ૧ ના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. સિરાજને ખેલાડીઓ અને ખેલાડી સહાયક કર્મચારીઓ માટે આઈસીસી આચાર સંહિતાના કલમ ૨.૫ ના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો, જે આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જ્યારે કોઈ બેટ્સમેન આઉટ થાય છે ત્યારે ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવ દ્વારા અપમાનજનક અથવા આક્રમક પ્રતિક્રિયા ઉશ્કેરવા સાથે સંબંધિત છે.












