15 ઓગસ્ટગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

પોરબંદર ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે, જાણો ક્યા પ્રધાન ક્યાં કરશે ધ્વજવંદન?

ગાંધીનગર, તા. 12 ઓગસ્ટ, 2025: ભારતના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી પોરબંદર ખાતે કરવામાં આવશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને પોરબંદર ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મહેસાણા ખાતે તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો-કલેકટર વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે.

રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ ક્યા મહાનુભાવ ક્યાં ધ્વજવંદન કરાવશે તેની વિગતો:
કેબિનેટ પ્રધાન – જિલ્લો
૧. કનુભાઈ દેસાઈ નવસારી
૨. ઋષિકેશભાઈ પટેલ સાબરકાંઠા
૩. રાઘવજીભાઈ પટેલ જામનગર
૪. બલવંતસિંહ રાજપૂત વલસાડ
૫. કુંવરજીભાઈ બાવળીયા ગીર સોમનાથ
૬. મુળુભાઈ બેરા દ્વારકા
૭. ડૉ. કુબેરભાઈ ડિંડોર પંચમહાલ
૮. શ્રીમતી ભાનુબહેન બાબરિયા રાજકોટ

નાયબ અધ્યક્ષ (વિધાનસભા)
૦૯. જેઠાભાઈ આહીર (ભરવાડ) મહીસાગર

રાજ્યકક્ષાના પ્રધાનો
૧૦. હર્ષ સંઘવી ગાંધીનગર
૧૧. જગદીશ વિશ્વકર્મા મોરબી
૧૨. મુકેશભાઈ પટેલ ભરૂચ
૧૩. ભીખૂસિંહજી પરમાર ખેડા
૧૪. કુંવરજીભાઈ હળપતિ તાપી

આ ઉપરાંતના જિલ્લામાં કલેકટરના અધ્યક્ષસ્થાને ધ્વજવંદન સમારોહ યોજાશે. જોકે મનરેગા કૌભાંડમાં નામ આવ્યા બાદ પ્રધાન બચુ ખાબડની સતત સરકારી કાર્યક્રમોમાંથી બાદબાદી કરવામાં આવી છે. ધ્વજવંદન કાર્યક્રમમાં પણ તેમનું નામ નથી.

આ પણ વાંચોઃ સ્વતંત્રતા દિવસની ઉજવણી: સુરતમાં આવતીકાલે ભવ્ય તિરંગા યાત્રા યોજાશે

Back to top button