IND vs WI: ક્યારે અને ક્યાં રમાશે ભારત-વેસ્ટ ઇન્ડીઝની બીજી મેચ? જાણો તારીખ, વેન્યૂ સહિતની તમામ માહિતી

નવી દિલ્હી: 7 ઓક્ટોબર, 2025: IND vs WI: ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં પહેલી મેચ માત્ર ત્રણ જ દિવસમાં જીતી લીધી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયા સિરીઝમાં 1-0થી આગળ ચાલી રહી છે. હવે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી શરૂ થશે.
પ્રથમ મેચમાં ઓલરાઉન્ડર પ્રદર્શન માટે રવિન્દ્ર જાડેજાને ‘પ્લેયર ઑફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો હતો.
બીજી ટેસ્ટ ક્યારે અને ક્યાં રમાશે?
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.
- તારીખ: આ મેચ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન યોજાશે.
- સમય: મેચની શરૂઆત પાંચેય દિવસ સવારે 9:30 વાગ્યે થશે.
પ્રથમ મેચમાં જીત
બંને ટીમો વચ્ચે રમાયેલી પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ભારતીય બોલરોએ તેમને પહેલા ઇનિંગ્સમાં માત્ર 162 રનના સ્કોર પર જ ઓલઆઉટ કરી દીધા હતા.
જવાબમાં ભારતીય ટીમે 448 રન બનાવી 5 વિકેટે દાવ ડિકલેર કર્યો હતો, જેનાથી ભારતને 246 રનની મોટી લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં પણ વેસ્ટ ઇન્ડીઝની ટીમ માત્ર 146 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ જતાં ભારતે આ ટેસ્ટ મેચ એક ઇનિંગ્સ અને 140 રનથી જીતી લીધી હતી.
બંને ટીમોના સ્ક્વોડ
ભારતીય ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિક્કલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા (વાઇસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતીશ કુમાર રેડ્ડી, એન. જગદીશન, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા અને કુલદીપ યાદવ.
વેસ્ટ ઇન્ડીઝ ટીમ: રોસ્ટન ચેઝ (કેપ્ટન), જોમેલ વોર્રિકન, જૉન કેમ્પબેલ, જસ્ટિન ગ્રીવ્સ, શાઈ હોપ, અલ્ઝારી જોસેફ, શમર જોસેફ, બ્રાન્ડન કિંગ, એન્ડરસન ફિલિપ, જેડન સીલ્સ, એલિક અથાનાઝ, કેવલન એન્ડરસન, તેગેનારિન ચંદ્રપૌલ, તેવિન ઇમલાચ અને ખૈરી પીયરે.
આ પણ વાંચોઃ રેલવે આપી રહી છે મોટી ભેટ, મુસાફરો કન્ફર્મ ટિકિટની તારીખ બદલી શકશે; જાણો ક્યારે અમલમાં આવશે?
આ પણ વાંચોઃ લો બોલો…! ગરીબ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવા પોતાના જ કાકાના ઘરમાં કરી દોઢ કરોડના દાગીનાની ચોરી












