ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs SL: ગોલ બાદ કોલંબોમાં પણ દેવદત્ત પડિક્કલનો ધમાકો, સતત બીજી ટેસ્ટમાં ફટકારી સદી, શું નંબર 3 પર સ્થાન પાકું?

Devdutt Padikkal century Colombo Test IND vs SL: શ્રીલંકા સામે કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં દેવદત્ત પડિક્કલે પોતાની શાનદાર ફોર્મ જાળવી રાખતા બેટ્સમેન તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. પડિક્કલે 168 બોલમાં 117 રનની દમદાર ઈનિંગ રમીને સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી ફેન્સ અને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગોલ ટેસ્ટ બાદ કોલંબોમાં પણ બેટિંગનો જાદુ

ગોલમાં રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઐતિહાસિક ઈનિંગ રમ્યા બાદ હવે કોલંબો ટેસ્ટમાં પણ પડિક્કલના બેટમાંથી વધુ એક શાનદાર સદી નીકળી છે. 117 રનની ઈનિંગ રમીને તેમણે સાબિત કરી દીધું છે કે તેઓ ટેસ્ટ ફોર્મેટમાં લાંબા ગાળાના ખેલાડી છે.
  • ગોલ ટેસ્ટમાં પ્રદર્શન: ગોલ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 230 બોલમાં 167 રન અને બીજી ઈનિંગમાં 44 રન બનાવીને કુલ 211 રન જોડ્યા હતા અને ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા હતા.
  • પ્રેક્ટિસ મેચ: આ સિરીઝ શરૂ થતાં પહેલાં શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામેની પ્રેક્ટિસ મેચમાં પણ પડિક્કલે સદી ફટકારી હતી.

દિગ્ગજ ભારતીય બેટ્સમેનોની બરાબરી કરી

શ્રીલંકાની ધરતી પર એક જ ટેસ્ટ સિરીઝમાં 2 કે તેથી વધુ સદી ફટકારનારા ભારતીય દિગ્ગજોમાં વિનોદ કામ્બલી, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને શિકર ધવનના નામ સામેલ છે. હવે દેવદત્ત પડિક્કલ પણ આ દિગ્ગજોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009 પછી શ્રીલંકાની ધરતી પર નંબર 3 પર રમતા ગોલમાં બનાવેલો 167 રનનો સ્કોર કોઈ પણ ભારતીયનો સૌથી મોટો સ્કોર હતો, જેણે રાહુલ દ્રવિડ યુગની યાદ અપાવી હતી.

સાંઈ સુદર્શનની જગ્યાએ મળ્યો હતો મોકો

આ સિરીઝની શરૂઆતમાં પડિક્કલ પ્લેઈંગ-11 માટે પ્રથમ પસંદગી ન હતા. જો સાંઈ સુદર્શન પૂરી રીતે ઉપલબ્ધ હોત તો કદાચ પડિક્કલને બેન્ચ પર બેસવું પડ્યું હોત. સુદર્શનને ટેસ્ટમાં સતત તકો મળી હતી, જેમાં તેમણે 7 ટેસ્ટમાં 31ની એવરેજથી 383 રન (3 અડધી સદી) બનાવ્યા હતા પરંતુ તેઓ સદી ફટકારી શક્યા ન હતા. પડિક્કલે મળેલી આ તકનો પૂરો લાભ ઉઠાવ્યો છે.

નંબર 3 સ્પોટ માટે ચિંતા દૂર કરી

ટેસ્ટ ક્રિકેટમાં નંબર 3 નો સ્પોટ હંમેશા સૌથી જવાબદારીપૂર્વકનો માનવામાં આવે છે. રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પૂજારા બાદ ભારતને એક મજબૂત અને ભરોસાપાત્ર બેટ્સમેનની તલાશ હતી. બેક-ટુ-બેક સદી ફટકારીને પડિક્કલે પોતાની દાવેદારી અત્યંત મજબૂત બનાવી દીધી છે અને પસંદગીકારોની ચિંતાનો પણ અંત આણ્યો છે.

આ પણ વાંચોઃ FSSAIની મોટી કાર્યવાહી : 150થી વધુ એકમોને નોટીસ, 50 હજાર પ્રોડક્ટ કરાયા જપ્ત

Back to top button