ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

Ind vs Pak: રોમાંચક મુકાબલામાં ભારતનો વિજય, પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું

Ind vs Pak: એશિયન લીજન્ડ્સ લીગ 2026 ની છઠ્ઠી મેચ ઇન્ડિયન રોયલ્સ અને પાકિસ્તાન પેન્થર્સ વચ્ચે રમાઈ હતી. આ મુકાબલામાં ભારતીય ટીમે શાનદાર રમત દર્શાવતા પાકિસ્તાન પેન્થર્સને 2 વિકેટે માત આપી હતી.

આ મેચમાં ઇન્ડિયન રોયલ્સ ટીમ માટે ઋષિ ધવન અને સરુલ કંવરે બેટિંગમાં કમાલ બતાવ્યો હતો. જ્યારે બોલિંગમાં શાદાબ જકાતી અને સુબોધ ભાટીએ 2-2 વિકેટ ઝડપી હતી. ઋષિ ધવને આ મેચમાં બેટથી 50 રનની બહતરીન ઇનિંગ રમી હતી, જ્યારે બોલિંગમાં પણ તેમણે 1 વિકેટ મેળવી હતી. આ ટૂર્નામેન્ટમાં ઇન્ડિયન રોયલ્સ ટીમની આ સતત બીજી જીત છે. આ પહેલાં તેમણે બાંગ્લાદેશ ટાઇગર્સને હરાવ્યું હતું.

ઇમરાન નઝીરે પાકિસ્તાન પેન્થર્સ માટે સૌથી વધુ 47 રન બનાવ્યા

ઇન્ડિયન રોયલ્સની ટીમે આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાન પેન્થર્સની શરૂઆત સારી રહી નહોતી. ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ યાસીર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. આ પછી કેપ્ટન ઇમરાન નઝીરે 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. પોતાની આ ઇનિંગમાં તેમણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ઇબરાર અટ્ટા અને તૌફીક ઉમરે 39-39 રન બનાવ્યા હતા. યાસીર શાહે 10 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન પેન્થર્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 167 રન બનાવી શકી હતી. શાદાબ જકાતી અને સુબોધ ભાટીએ બબ્બે વિકેટ ઝડપી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઋષિ ધવને ઇન્ડિયન રોયલ્સ માટે ફટકારી અડધી સદી

ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયન રોયલ્સની ટીમે 17.4 ઓવરમાં 8 વિકેટના નુકસાને 171 રન બનાવીને બે વિકેટથી જીત હાંસલ કરી લીધી હતી. કેપ્ટન નમન ઓઝાનું બેટ આ મેચમાં પણ ચાલ્યું નહોતું અને તેઓ 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. અભિષેક જલોટાએ 19 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. ઓલરાઉન્ડર ઋષિ ધવને 33 બોલમાં 50 રનની ઇનિંગ રમી હતી. ધવને પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને બે છગ્ગા લગાવ્યા હતા. જ્યારે સરુલ કંવરે 29 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. પોતાની આ ઇનિંગમાં તેમણે 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. અનૂરીત સિંહે 6 બોલમાં અણનમ 16 રન બનાવીને જીત અપાવી હતી. આ તમામની શાનદાર ઇનિંગના દમ પર ઇન્ડિયન રોયલ્સની ટીમે છેલ્લે રોમાંચક જીત નોંધાવી હતી. મોહમ્મદ ઇરફાન, રાહત અલી અને યાસીર શાહે બે – બે વિકેટ લીધી હતી.

આ પણ વાંચો:પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના સ્વાતમાં શાંતિ માર્ચમાં ફિદાયીન ધમાકો: 7 લોકોના મોત

આ પણ વાંચો:ખાટુ શ્યામ ભક્તો માટે ખુશખબર! સુંદરપુરામાં બનશે આધુનિક રેલવે સ્ટેશન

Back to top button