ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં ખોટા બિલો બનાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કિસ્સામાં વધારો

Text To Speech

ગુજરાતમાં બે વર્ષમાં 2,460 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ ચોરી ખૂલી છે. જેમાં ખોટા બિલના બે વર્ષમાં 3,293 કિસ્સા પકડાયા છે. તેમજ માંડ 733 કિસ્સામાં જ જીએસટી નંબર રદ કરવામાં આવ્યા છે. તથા ગુજરાતમાં ખોટા બિલો બનાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કિસ્સામાં વધારો થયો છે.

આ પણ વાંચો: લો બોલો, નકલી પીએમઓ અધિકારી ઠગ કિરણ પટેલની ‘સ્પેશિયલ 26’ જેવી ટીમ પણ

વર્ષ 2021માં આવા 1347 કિસ્સા સામે આવ્યા

ગુજરાતમાં ખોટા બિલો બનાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાના કિસ્સામાં વધારો થયો છે, વર્ષ 2021માં આવા 1347 કિસ્સા સામે આવ્યા હતા, એ પછી વર્ષ 2022માં આ કિસ્સા વધીને 1946 થયા હતા, એટલે કે બે વર્ષમાં 3,293 કિસ્સા પકડાયા છે, આ કેસમાં વર્ષ 2021માં 499.26 કરોડ અને વર્ષ 2022માં 1961.34 કરોડ એમ કુલ 2460 કરોડથી વધુની ટેક્સ ક્રેડિટ ઈનપુટ ચોરી થયાનું ખૂલ્યું છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં શનિવારે એક લેખિત સવાલના જવાબમાં નાણાં મંત્રીએ આ માહિતી રજૂ કરી હતી.

આ પણ વાંચો: નવું શૈક્ષણિક સત્ર આ તારીખ પહેલાં શરૂ કરશે તો સ્કૂલો સામે કાર્યવાહી થશે: CBSE બોર્ડ

નવેમ્બરમાં 64 અને ડિસેમ્બરમાં 144 કિસ્સા પકડાયા

ખોટા બિલો બનાવીને ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવતાં હોય તેવા વ્યક્તિ કે કંપની સામે જીએસટી નંબર કાયમી રદ્ કરવા શું કાર્યવાહી કરાઈ તેવા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, 733 કિસ્સાઓમાં જીએસટી નંબર રદ્ કરવામાં આવ્યા છે. જાન્યુઆરી 2022માં 908, ફેબ્રુઆરીમાં 197, માર્ચમાં 98, એપ્રિલમાં 87, મે માં 36, જૂનમાં 126, જુલાઈમાં 106, ઓગસ્ટમાં 26, સપ્ટેમ્બરમાં 109, ઓક્ટોબરમાં 45, નવેમ્બરમાં 64 અને ડિસેમ્બરમાં 144 કિસ્સા પકડાયા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના કરતાં વધુ નાગરિકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામ્યા: અમિત ચાવડા

બે વર્ષમાં જીએસટી-વેટ પેટે રૂ. 69,482 કરોડની આવક થઈ

ગુજરાત સરકારને ડિસેમ્બર 2022ની સ્થિતિએ બે વર્ષમાં જીએસટી અને વેટ પેટે 69,482 કરોડની આવક થઈ છે, જીએસટી પેટે 40,581 અને વેટ પેટે 28,901 કરોડની આવક થઈ હતી, તેમ નાણાં મંત્રીએ ગૃહમાં એક લેખિત સવાલના જવાબમાં જણાવ્યું હતું.

Back to top button