ગુજરાત

રાજકોટમાં 1039 ઘરમાં ચેકિંગ, ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ખેંચતા 16 વ્યક્તિ પાસેથી 21 હજારનો દંડ વસૂલાયો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેક્ટ પમ્પિંગ કરતા લોકો સામે પગલાં લેવા મનપાની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં કુલ 1039 ઘરની ચકાસણી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ડાયરેક્ટ પમ્પિંગ કરતા 16 વ્યક્તિ ઝડપાયા હતા. જેમાં 6 વ્યક્તિને નોટિસ અને એકની ઇલેક્ટ્રિક મોટર જપ્ત કરાઈ હતી. ડાયરેક્ટ પમ્પિંગ અને ફળિયા ધોવા બદલ રૂ.21,000નો દંડ વસૂલમાં આવ્યો હતો.

પાણી ચકાસણી ઝુંબેશ દરમિયાન જો કોઇ આસામી ડાયરેક્ટ પમ્પિંગ કરતા માલુમ પડે તેવા કિસ્સામાં રૂ.2000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે. તેમજ જવાબદાર વ્યક્તિને નોટિસ ઇસ્યુ કરી મુદ્દત આપવામાં આવે છે. જો કોઇ વ્યક્તિ ફળિયા ધોતા માલુમ પડે તો તેમની પાસેથી રૂ.250નો દંડ વસૂલ કરવામાં આવે છે. શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી કે ઓછા ફોર્સથી નળમાં પાણી આવવાની ફરિયાદોના નિકાલ માટે સ્થળ ચકાસણીની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Back to top button