ટોપ ન્યૂઝનેશનલ

હનુમાન જયંતિ પહેલા કેન્દ્ર સરકાર એક્શનમાં, ગૃહ મંત્રાલયે રાજ્યોને જાહેર કરી એડવાઈઝરી

Text To Speech
  • હનુમાન જયંતિને લઈને સરકાર એક્શનમાં
  • ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઈ એડવાઈઝરી
  • ઘટનાઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો

 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હનુમાન જયંતિને લઈને રાજ્યોને એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે તમામ રાજ્યોને કાયદો અને વ્યવસ્થા જાળવવા અને તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજાય તેની ખાતરી કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને આવી ઘટનાઓ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે, જેનાથી સામાજિક સમરસતા બગડવાનો ખતરો છે.

પશ્ચિમ બંગાળ અને બિહારમાં હિંસા

રામ નવમી પર શરૂ થયેલી સાંપ્રદાયિક હિંસા હજુ અટકવાનું નામ નથી લઈ રહી. તેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળના હુગલીમાં જોવા મળી હતી. અત્યારે પણ પશ્ચિમ બંગાળ અને બિહારના શહેરોમાં હિંસાની આગ ફેલાઈ રહી છે.

કલકત્તા હાઈકોર્ટનો આદેશ

બીજી તરફ કલકત્તા હાઈકોર્ટે પણ હનુમાન જયંતિને લઈને આદેશ આપ્યો છે. હાઈકોર્ટે બંગાળ સરકારને કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગવાનું કહેવામાં આવ્યું છે. જો રાજ્યમાં પોલીસ દળ પૂરતું ન હોય તો તમે અર્ધલશ્કરી દળની મદદ લઈ શકો છો. અમે અમારા નાગરિકોની સલામતી ઇચ્છીએ છીએ.

દિલ્હીમાં જન્મજયંતિ પહેલા ફ્લેગ માર્ચ

તો બીજી તરફ દિલ્હીમાં હનુમાન જયંતિના એક દિવસ પહેલા દિલ્હી પોલીસે જહાંગીરપુરીમાં ફ્લેગ માર્ચ કરી હતી. પોલીસે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય જૂથને 6 એપ્રિલે હનુમાન જયંતિ પર જહાંગીરપુરી વિસ્તારમાં શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી હતી.

આ પણ વાંચો : Delhi : જહાંગીરપુરીમાં દિલ્હી પોલીસની ફ્લેગ માર્ચ, હનુમાન જયંતિ પર શોભાયાત્રા કાઢવાની પરવાનગી નકારી

Back to top button