Dhurandharથી પ્રભાવિત સ્મૃતિ ઈરાની, રણવીર સિંહ, અક્ષય ખન્ના સહિતની ટીમની કરી પ્રશંસા

- સ્મૃતિએ ફિલ્મ અને તેના કલાકારોની ખુલ્લેઆમ પ્રશંસા કરતા કહ્યું કે તે દેશ માટે પોતાનો જીવ આપનારાઓના હિંમત અને બલિદાનની યાદ અપાવે છે
HD ન્યુઝ ડેસ્કઃ અભિનેત્રી અને રાજકારણી સ્મૃતિ ઈરાનીએ રણવીર સિંહ અને અક્ષય ખન્ના અભિનીત ફિલ્મ Dhurandharને સપોર્ટ કર્યો છે. ફિલ્મની ટીકાઓ પર પ્રતિક્રિયા આપતા સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેમણે ફિલ્મ અને તેના કલાકારોની ખુલ્લેઆમ પ્રશંસા કરતા કહ્યું કે તે દેશ માટે પોતાનો જીવ આપનારાઓના હિંમત અને બલિદાનની યાદ અપાવે છે.
ફિલ્મની ટીમની પ્રશંસા
સ્મૃતિ ઈરાનીએ ઈન્સ્ટાગ્રામ પર રણવીર સિંહ, અક્ષય ખન્ના, આર. માધવન સહિતની આખી ટીમને શુભેચ્છા પાઠવતા લખ્યું કે Dhurandhar માત્ર એક ફિલ્મ નથી, પરંતુ એવી અસંખ્ય કહાણીઓ અને લોકોનો પડઘો છે, જેને દેશે ગુમાવ્યા છે.
તેમણે લખ્યું છે કે જો તમે કોઈ શહીદની પત્નીની આંખોમાં જોયું હોય, જો તમે જમ્મુમાં જગતી કેમ્પનું મૌન અનુભવ્યું હોય, જો તમે શ્રીનગરમાં શારિકા દેવી મંદિરનું ઉજ્જડ આંગણું જોયું હોય અથવા સંસદ હુમલા અને 26/11 ના સાક્ષીઓને મળ્યા હોય, તો Dhurandharમાં એવું કંઈ નથી જે તમને ગુસ્સે કરે, આખરે આ એક ફિલ્મ તો છે.
View this post on Instagram
સ્મૃતિ ઈરાનીએ દિગ્દર્શક આદિત્ય ધરની કલાત્મકતા અને સંશોધનને ઉત્તમ ગણાવીને પ્રશંસા કરી છે. તેમણે અક્ષય ખન્નાના અભિનયની પ્રશંસા કરતા કહ્યું કે તેમના ચહેરા પરની વ્યથા સીધી દર્શકો સુધી પહોંચે છે. તેમણે રણવીર સિંહની બોલતી આંખોને અત્યંત પ્રભાવશાળી ગણાવીને પ્રશંસા કરી છે. તેમણે લખ્યું કે અર્જુન રામપાલની ભયાનક સ્ક્રીન પ્રેઝન્સ અને સંગીતની તીવ્રતા ફિલ્મને વધુ શક્તિશાળી બનાવે છે. તેમણે કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાના કાસ્ટિંગની પણ પ્રશંસા કરી છે.
આર માધવનના વખાણ કર્યા
આર માધવન વિશે તેમણે કહ્યું, જેમણે અજિત ડોભાલ જેવા વ્યક્તિત્વને નજીકથી જોયું છે તેમને માધવનને તેના સિનેમેટિક સ્વરૂપમાં જોઈને થોડું વિચિત્ર લાગશે, પરંતુ તેને ભજવવા માટે આનાથી સારો કોઈ અભિનેતા હોઈ શકે નહીં.
ફિલ્મ અંગે
ધુરંધર એક જાસૂસી થ્રિલર છે, જે પાકિસ્તાનના કરાચીના લ્યારી વિસ્તારમાં વસેલા આતંકી નેટવર્ક પર આધારિત છે. રણવીર સિંહ એક ભારતીય જાસૂસની ભૂમિકા ભજવે છે જે આ નેટવર્કમાં ઘૂસણખોરી કરે છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના, સંજય દત્ત, અર્જુન રામપાલ અને આર. માધવન પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ પણ વાંચોઃ ‘ધુરંધર’ સાથે અક્ષય ખન્નાના કમબેકથી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ખૂબ જ ખુશ












