ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રકૃષિખેતીગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાતયુટિલીટી

રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચારઃ આ કામગીરી માટે સરકાર તરફથી મળશે 75 ટકા સુધી સહાય

  • સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ગુજરાત સરકાર તરફથી મળશે સહાય
  • APEDA માન્ય સંસ્થાઓ ખાતેથી સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય મેળવવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

ગાંધીનગર, 04 ઓગસ્ટ, 2025ઃ Important news for the farmers of Gujarat ગુજરાતની ધરતીને રસાયણમુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપરાંત સેન્દ્રીય ખેતીને પણ પ્રોત્સાહન આપવા અનેકવિધ પગલાં હાથ ધરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ APEDA દ્વારા માન્ય કરાયેલી સંસ્થાઓ મારફતે સર્ટિફિકેશન કરાવવાની પ્રક્રિયામાં ખેડૂત મિત્રોને રજીસ્ટ્રેશન માટે થતા ખર્ચમાં રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે.

APEDA માન્ય ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCO) ખાતે સર્ટિફિકેશન માટે ખેડૂતોને થતા ખર્ચમાંથી ૭૫ ટકા સુધીની એટસોર્સ સહાય-સબસિડી આપવામાં અને ખેડૂતોએ માત્ર ૨૫ ટકા જ નાણા ભરવાના રહે છે. જ્યારે, APEDA માન્ય અન્ય સંસ્થાઓ ખાતે સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોએ સહાય માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. જેમાં પાત્રતા ધરાવતા ખેડૂતોને ખર્ચના ૫૦ ટકા અથવા રૂ. ૨,૦૦૦ પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય સીધી ખેડૂતોના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે.

મારુતિ અને મહિન્દ્રાની બે નવી કોમ્પેક્ટ SUV ટૂંક સમયમાં લોન્ચ થશે, ટોયોટાને ટક્કર આપશે

આ ઉપરાંત APEDA માન્ય તમામ સંસ્થા પાસેથી જે ખેડૂતો દ્વારા સેન્દ્રીય ખેતી સંબંધીત સર્ટિફિકેટ મેળવવામાં આવ્યા હોય, તેવા ખેડૂતોને “સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના” હેઠળ વાર્ષિક ધોરણે પ્રોત્સાહન રૂપે પ્રતિ હેક્ટર રૂ. ૫,૦૦૦ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં ઇનપુટ સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. જે માટે APEDA માન્ય સંસ્થાઓ પાસેથી સેન્દ્રીય ખેતી સંબંધિત સર્ટિફિકેટ મેળવ્યું હોય તેવા તમામ ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહે છે.

આ યોજના હેઠળ સહાય મેળવવા માટે રાજ્યમાં સેન્દ્રીય ખેતીમાં સર્ટિફિકેશનની કામગીરી કરાવતા ખેડૂતોને ઉક્ત બંને ઘટકોની સહાયનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે. સેન્દ્રીય ખેતીની યોજના હેઠળના રજીસ્ટ્રેશન/સર્ટિફિકેશન સહાય અને ઇનપુટ સહાય માટેની અરજીઓ મેળવવા માટે પોર્ટલ સતત ખુલ્લું રાખવામાં આવ્યું છે.

સુપ્રીમ કોર્ટનો રાહુલ ગાંધીને તમાચોઃ કોઈ સાચો ભારતીય સૈન્ય વિશે આવું નિવેદન કરી જ ન શકે

 

ઝડપી, સચોટ અને પ્રમાણિત સમાચાર મેળવવા નીચે જણાવેલા અમારા કોઈપણ વૉટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો >>>

https://chat.whatsapp.com/LuLIACK4WTYDPGdlAsSGrD

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

https://chat.whatsapp.com/K2iNelyylPD9ZoDNpMuN9o

Back to top button